Friday, August 12, 2022
Homeસુરત પાલિકા દ્વારા 15 રસ્તા ઓન સ્ટ્રીટ પાર્કિંગ જાહેર કરાયા
Array

સુરત પાલિકા દ્વારા 15 રસ્તા ઓન સ્ટ્રીટ પાર્કિંગ જાહેર કરાયા

- Advertisement -

સુરતઃ  પાલિકાએ સત્તાવાર રીતે શહેરના તમામ ઝોનના 15 રસ્તાઓ ઓનસ્ટ્રીટ પાર્કિંગ તરીકે જાહેર કર્યા છે. જેનો આજથી અમલ શરૂ થઈ ગયો છે. આ રસ્તાઓ પર પાર્કિંગ માટે સફેદ પટ્ટા અને નો પાર્કિંગ માટે પીળા પટ્ટા અને સુચન બોર્ડ મુકી દીધા છે. એક મહિના માટે ફ્રી પાર્કિંગ કરાયું છે આગામી 20 ફેબ્રુઆરી ડેડ લાઈન આપી દીધી છે. ત્યાર બાદ ખાસ કરીને નો પાર્કિંગ સ્થાન પર જો પાર્કિંગ કરવામાં આવશે તો દંડની વસુલાત પેનલ્ટી ચાર્જ ભરવો પડશે. હાલ ઓનટ્રીટ પાર્કિગ માટે લોકોમાં જાગૃતિ ટ્રાફિક નિયમો સમજાવવામાં આવશે.

ચાર્જીસ તથા દંડની રકમ કમિટિ દ્વારા નક્કી કરાશે

પાર્કિંગ પોલિસી અને બાયલોઝને સરકારે મંજુરી આપી દીધી છે ત્યારે પાલિકા અમલીકરણ માટે આગળ વધી રહી છે. હાલ ના તબક્કે દરેક ઝોનના વિસ્તારોમાં 2 રસ્તાઓ એમ 15 રસ્તાઓ ઉપર પ્રોયોગિત ધોરણે અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ઝોનમાં નોડલ ઓફિસર, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર તથા માર્શલોની ટીમ ઓન સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરાવશે. નો પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા તથા પાર્કિંગ માટે નિયત જગ્યામાં એટલે કે 15 જાહેર કરાયેલા પ્રિમિયમ રસ્તાઓ પર સફેદ પટ્ટામાં કતાર બંધ તથા નીશાની કરવામાં આવેલી જગ્યામાં પાર્કિંગ કરવા માર્ગદર્શન આપવામાં આવશે. તો નો પાર્કિંગ જગ્યામાં પાર્કિંગ કરનાર ને હાલના તબક્કે કોઈ ફાઇન-પેનલ્ટી વસુલ લેવામાં આવશે નહીં, ફક્ત માહિતી આપી ને સમજાવવામાં આવશે. એક મહિના સુધી જ આ વ્યવસ્થા રહેશે ત્યાર બાદ પોલિસીનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે ત્યારે દંડની વસુલાત તથા પેનલ્ટી વસુલ કરાશે. ચાર્જીસ તથા દંડની રકમ કમિટિ દ્વારા નક્કી કરવામાં આવશે. તેમ ડેપ્યુટી કમિશનર રાજેશ પંડ્યાએ જણાવ્યું છે.

ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે 15 રસ્તાઓ જાહેર

– રીંગરોડ રાજહંસ બિલ્ડીંગ પાસે
– રીંગરોડ આઈસીસી થી ગ્રીતપ્રભા બિલ્ડીંગ સુધી
– મજુરાગેટ થી શારદા હોસ્પિટલ જંકશન સુધી
– કાપોદ્રા એફપી3-4 ની પાછળ જવાહરનગર રોડ
– કાપોદ્રા એફ.પી. 10-11 ની પાછળ જવાહરનગર રોડ
– કાપોદ્રા એફ.પી.22 ની પાછળ કમલપાર્ક સોસા. જવાહરનગર રોડ
– વરાછા મેઇન રોડ-ડી માર્ટ પાસે સરસાણા
– વરાછા રોડ-અવધ તથા રોયલ આર્કેડ પાસે
– વરાછા મેઇન રોડ-વોટર વર્કસથી મહારાણા પ્રતાપ ગાર્ડન સુધી
– સાલાસર ગેટ થી કમેલા રોડ
– સેન્ટર પોઈન્ટ થી સિવિલ ચાર રસ્તાથી સોસ્યો સર્કલ સુધી
– સુરત ડુમસ રોડ ચોપાટી જંકશન દરગાહ પાસે
– સુરત ડુમસ રોડ પુજા અભિષેક અંજન સલાકા બિલ્ડીંગ પાસે
– એલ.પી.સવાણી રોડ
– ગજેરા સ્કુલ અંકુર વિદ્યાલય

પાર્કિંગ પોલિસી શું છે ?

વધતી જતી ટ્રાફિક સમસ્યાનો શહેરમાં ઉકેલ લાવવા લોકોમાં પાર્કિંગ સેન્સ કેળવવા પાલિકાએ પાર્કિંગ પોલિસી અને પાર્કિંગ બાઇલોઝ તૈયાર કરી ને 10-10-18ના રોજ સરકારમાં રજુ કરી હતી તેને મંજુરી મળી છે.પોલિસીમાં મુખ્યત્ત્વે ઓનસ્ટ્રીટ પાર્કિંગ અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ માટે નિયત દર વસુલવાની જોગવાઇ છે. જેને કારણે સામાન્ય દર ભરપાઇ કરી લોકો સુવ્યવસ્થિત અને સલામત પાર્કિંગનો લાભ મેળવી શકશે. રસ્તા પર આડેધડ પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી બનાવવાની પાલિકાની નેમ છે.

કંઈ રીતે લાગુ કરાશે ?

20 જાન્યુઆરીથી લઈ ને 20 ફેબ્રુઆરી સુધી પાર્કિંગ ફ્રી રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ઓનસ્ટ્રીટ પાર્કિંગ એટલે કે  શહેરના મુખ્ય પ્રિમિયમ રસ્તા પર પાડેલા સફેદ પટ્ટા પર પાર્કિંગના અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ એટલે કે શહેરના મોટા રસ્તાઓ નજીક નિર્ધારિત કરાયેલા પ્લોટ જગ્યા પર પાર્કિંગ માટે ચાર્જ લાગુ કરવામાં આવશે. હાલ લોકોમાં અવેરનેશ આવે તે માટે એક મહિનો પાર્કિંગ ફ્રી રાખવામાં આવ્યું છે બાદ ચાર્જીસ લાગુ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular