સુરત : ‘પાસ’નેતા પંકજ સિદ્ધપરા અને તેનો મિત્ર દારૂની 72 બોટલ સાથે ઝડપાયો

0
66

સુરત: શહેરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા પંકજ સિદ્ધપરા બે દિવસ પહેલાં ભીલાડમાં દારૂ સાથે ઝડપાતાં પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા લોકોમાં સોપો પડી ગયો છે. પંકજની સાથે તેનો એક મિત્ર પણ પકડાયો છે. પોલીસે તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 72 બાટલીઓ, બે ફોન, કાર સહિત 4.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

26 ફેબ્રુઆરીએ ભીલાડ પોલીસ  ભીલાડ-નરોલી બ્રિજ પાસે વાહન ચેકિંગમાં હતી ત્યારે શંકાસ્પદ જીજે-05 જેક્યુ 8183 નંબરની અર્ટિગા કારને આંતરી તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 72 બોટલઓ મળી આવી હતી. કારમાં સવાર યુવાનો મિલન પ્રવીણ બોરડા (રહે. પ્રમુખ પાર્ક, અમરોલી) અને પંકજ મૂળજી સિદ્ધપરા (રહે. શ્રી નિધિ રેસિડેન્સી, ક્રિષ્ણા ટાઉનશિપ સામે. સુદામા ચોક, મોટા વરાછા) વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની પાસેથી 72 બોટલ દારૂ, બે ફોન અને કાર મળીને 4.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
ઉલ્લેખનીય છે કે પંકજ સિદ્ધપરા સુરતમાં પાસનો આગેવાન છે. પાટીદાર અનામત આંદોલનને લગતા જેટલા પણ કાર્યક્રમો યોજાયા તે તમામ કાર્યક્રમોમાં પંકજની મહત્વની ભૂમિકા રહી છે. આ પાસનેતા દારૂ સાથે ઝડપાયો હોવાની વાત ફેલાતાં પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા લોકોમાં સોંપો પડી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3જી માર્ચના રોજ મોટા વરાછામાં પાટીદારોનો મોટો કાર્યક્રમ યોજાવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here