સુરત : પોલીસે ઉપવાસમાં બેસવા જતા હાર્દિક પટેલને કરી અટકાયત

0
29

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. હાર્દિકે સરકારને ન્યાય નહીં થાય તો ઉપવાસ પર ઉતરીશની ચીમકી આપી હતી. ત્યારે આજરોજ પોલીસે હાર્દિક પટેલને સુરતમાં પ્રવેશતા અટકાવ્યો છે.

સુરતમાં અગ્નિકાંડ મામલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ઉપવાસની જાહેરાત કરી હતી. ત્યારે આજરોજ પોલીસે હાર્દિક પટેલને સુરતમાં પ્રવેશતા અટકાવ્યો છે. સુરત કામરેજ હાઈવે પર પોલીસના કાફલાને અટકાવ્યો હતો. ઉપવાસમાં બેસવા માટે જતા સમયે પોલીસે હાર્દિક પટેલને અટકાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલને ઉપવાસની મંજૂરી અપાઈ નથી. જેના કારણે પોલીસે અટકાવ્યો હતો. હાર્દિક પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે.

સુરતમાં અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે રવિવારે કોંગ્રેસના યુવા નેતાએ હાર્દિક પટેલે 12 કલાકનો સમય આપીને સુરત મેયરનું રાજીનામુ લેવા અલ્ટિમેટમ આપ્યું હતું. સાથે જ ગેરકાયદેસર બિલ્ડિંગના પ્લાનને માન્ય રાખનાર અને ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કેસ કરવાની માંગ કરી હતી. તેમજ આ મામલે કોંગ્રેસ સુરત મેયર અને મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here