Wednesday, September 22, 2021
Homeસુરત : પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં માથાભારે સજ્જુ સહિત ચાર પકડાયા
Array

સુરત : પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં માથાભારે સજ્જુ સહિત ચાર પકડાયા

સુરત: શહેરના નાનપુરા જમરૂખગલીમાં રહેતા માથાભારે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારી  સહિત ચારની અઠવા પોલીસે ધરપકડ કરી છે. ગત 24મી નવેમ્બરની રાત્રે અઠવા પોલીસ ડી.જે. બંધ કરાવવા માટે ગઈ ત્યારે માથાભારે સજ્જુ કોઠારીએ તેના પન્ટરો સાથે મળી પોલીસ પર હુમલો કર્યો હતો.

 

ગત 24 નવેમ્બરે પોલીસ કંટ્રોલ રૂમને ડી.જે. વગાડવાની બાબતે કોલ મળ્યો હતો. અઠવા પોલીસનો સ્ટાફ નાનપુરા જમરૂખગલીમાં ડી.જે. બંધ કરાવવા માટે ગયો તે સમયે માથાભારે સજ્જુ કોઠારી એન્ડ ટોળકીએ પોલીસને ‘લુખ્ખાઓ અહીંયાથી નીકળી જાઓ નહિ તો તમને બધાને અહીંયા કંપાઉન્ડમાં દફનાવી દઈશ’ એમ કહી એક પોલીસકર્મીનો કોલર પકડી લઈ માર માર્યો હતો. જ્યારે પીએસઆઈ ડી.કે. રાઠોડ અને અન્ય એક પોલીસકર્મીને પણ ધક્કો મારી દીધો હતો. આ ઘટનાને લઈને પીએસઆઈ સહિત ત્રણ કર્મીઓએ ટો‌ળામાંથી જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.
આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, તે પહેલા માથાભારે સજ્જુ કોઠારી અને તેના પન્ટરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા માથાભારે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારી અને તેના સાગરીત આરીફ અબ્દુલ શેખ, સલીમ અઝીઝ શેખ તથા સલમાન મુસ્તુફા શેખની શનિવારે સવારે અઠવા પોલીસે ધરપકડ કરી હતી. અગાઉ પણ સજ્જુ કોઠારી જુગાર અને મારામારી સહિતના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments