Monday, October 18, 2021
Homeસુરત ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં એર સ્ટ્રાઈક અને મિરાજ વિમાનની કેક આકર્ષણનું...
Array

સુરત ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં એર સ્ટ્રાઈક અને મિરાજ વિમાનની કેક આકર્ષણનું કેન્દ્ર બન્યા

સુરતઃ ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ(એસજીસીસીઆઇ) પ્રથમ વખત સરસાણાં કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનુ આયોજન કર્યું છે. જેમાં વાનગીઓની સાથે એગ્રોને લગતી ટેકનોલોજીનું પ્રર્દશન કરવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે એર સ્ટ્રાઈક અને મિરાજ વિમાન આકર્પણનું કેન્દ્ર બન્યા છે.

એગ્રો ટેકની વિવિધ મશીનરીઓનું પ્રર્દશન
સરસાણા કન્વેન્શન હોલમાં પ્રથમ વખત યોજાયેલા ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં કૃષિ ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગ અને ખેતીના વિકાસ માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, હોર્ટીકલ્ચર વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ એગ્રીકલ્ચર સહિત ગુજાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ તથા કૃષિ યુનિવર્સીટીઓ ભાગ લીધો છે. જેમાં પ્રોસેસ ફૂડની સાથો-સાથ એગ્રો ટેકને લઇને વિવિધ મશીનરીઓનું પ્રર્દશન કરવામાં આવ્યું છે. આ સાથે જ 135 સ્ટોલમાં ડેરી, બેકરી સહિતની કુલ 400 વાનગીઓ પણ વિઝીટર્સને પિરસવામાં આવી છે. જેમાં ભારતીય એરફોર્સ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. લડાકુ ટેન્ક, વિમાન, જવાન સહિતની વસ્તુઓ આકર્ષણ બન્યા છે.
અવનવી વાનગીઓ પ્રદર્શનમાં મૂકી
ભવિષ્યમાં ઉદ્યોગપતિઓ અને નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી આ એગ્રો ફૂડનું આયોજન કરવામાં આવ્યું છે.  આ એક્ઝિબિશનમાં સુરત જ નહીં ગુજરાતની બહારથી પણ એક્ઝિબીટર્સ આ એક્ઝિબિશનમાં પોતાની અવનવી વાનગીઓ પ્રદર્શનમાં મૂકી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments