સુરત : બિભસ્ત માંગણી કરતા પુત્રનું માતાએ ધ્રુજતા હાથે ગળું કાપી નાખ્યું

0
23

સુરતઃ બમરોલી રોડ પર ગત મંગળવારના રોજ રાત્રે ઘરની બહાર સૂતેલા યુવક પર અજાણ્યાએ ગળા પર ચપ્પુના ઘા ઝીંકી દેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે આ ઘટનામાં તપાસ કરતા સગી માતાએ ગળું કાપી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, માતાએ પુત્રને બિભસ્ત માંગણી કરતા ધ્રુજતા હાથે ચપ્પુના ઘા માર્યા હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

માતાએ દીકરાને અનેકવાર સમજાવ્યો હતો

માતાએ પોલીસને રડતા રડતા દીકરા પર ચપ્પુથી હુમલા પાછળ મજબુરી હોવાનું કારણ આપ્યું હતું. માતાએ જણાવ્યું હતું કહ્યું હતું કે, તેનો દીકરો છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સાથે શારીરિક અડપલાઓ અને બિભસ્ત માંગણી કરતો હતો. અને અનેકવાર સમજાવવા છતા માતા જ્યારે ઉંધતી હોય ત્યારે પુત્ર દુષ્કર્મનો પ્રયાસ કરતો હતો. ગત મંગળવારે ફરી દીકરાએ દુષ્કર્મનો પ્રયાસ કરતા માતા સહન કરી શકી ન હતી.

માતાએ દીકરાને ચપ્પુના અનેક ઘા માર્યા

માતા અને પુત્રના પવિત્ર સંબંધની રક્ષા માટે આખરે માતાએ દીકરીને ભારે કલેજે દિલ પર પથ્થર રાખી ચપ્પુથી ગળા પર અનેક ઘા મારી છોડી દીધો હતો. જોકે, પાડોશમાં રહેતા લોકોએ યુવાનને લોહીલુહાણ હાલતમાં જોતે 108 મારફતે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર અને સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને પોલીસે પાડોશીઓ અને યુવાનનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાને કોઈ માહિતી આપી ન હતી.

પોલીસે માતાની ધરપકડ કરી

પોલીસે પાડોશીઓના નિવેદનના આધારે માતા પર શંકા જતા માતાને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં માતાએ કબૂલાત કરી લીધી હતી. પોલીસે પણ માતાની વ્યથા સાંભળી ભારે હૈયે આરોપી માતાની ધરપકડ કરી હતી. કારણ કે ભાગ્યે જ આ પ્રકારની ઘટના બનતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here