Wednesday, September 22, 2021
Homeસુરત માં ચારિત્ર્ય ની શંકા ના ઝઘડા બાદ પતિપત્ની એ ઝેરી દવા...
Array

સુરત માં ચારિત્ર્ય ની શંકા ના ઝઘડા બાદ પતિપત્ની એ ઝેરી દવા ગટગટાવી

સુરતઃ બોમ્બે માર્કેટ વિસ્તારમાં રહેતા પતિ-પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા બે દિવસથી ઝઘડો ચાલતો હતો. દરમિયાન બંનેએ આકરું પગલું ભરી લીધું હતું. હાલ બંનેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સંબંધીઓને ફોન કરી જાણ કરી

બોમ્બે માર્કેટ વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં પતિ-પત્ની બે દીકરીઓ સાથે રહે છે. બે દિવસ પહેલાં પત્ની કોઈ યુવક સાથે મોબાઈલમાં વાત કરતા પતિએ ઝડપી લીધી હતી. પતિએ તપાસ કરતા યુવકનો નંબર હોવાની જાણ થઈ હતી. અને પત્ની પૂછપરછ કોઈ યોગ્ય જવાબ આપી શકી ન હતી. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતા ઝઘડો થયો હતો. ગત રોજ આ વાતને લઈને ફરી ઝઘડો થયો હતો. જેથી પત્નીએ ઘરમાં રહેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અને પત્નીના આ પગલાં બાદ પતિએ પણ તેની સામે જ દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ પતિએ સંબંધીઓને ફોન કરી કહ્યું હતું કે, અમે બંનેએ દવા પી લીધી છે. જેથી સંબંધીઓ ઘરે દોડી આવ્યા હતા. અને બંનેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments