Tuesday, September 28, 2021
Homeસુરત માં ટ્રેન અક્સ્માત ના દર્દી ને 108 ની ટીમે ઓન રોડ...
Array

સુરત માં ટ્રેન અક્સ્માત ના દર્દી ને 108 ની ટીમે ઓન રોડ ટ્રીટમેન્ટ આપી જીવ બચાવ્યો

સુરત : સચિન રેલવે સ્ટેશન પરથી મળી આવેલા ટ્રેન અકસ્માતના દર્દીને 108ના કર્મચારીઓએ ઓન રોડ એટ્રોપીન નામના ઈન્જેકશન, ફ્યુડ બોટલ અને ઓક્સિજન આપી નવું જીવન આપવામાં સફળ રહ્યા હતા. ટ્રેન અક્સ્માતમાં અમિતભાઇ યાદવના બીપી અને હ્રદયના ધબકારા ઘટી ગયા હોવાથી EMT એ સંસ્થાના ERCP ના માર્ગદર્શનમાં સારવાર આપી હતી. ખાનગી હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ 108ના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરતા પરિવારે પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ગંભીર હાલતમાં મળી આવેલા અમિતભાઇ યાદવ એમ્બ્રોઈડરીના કારીગર છે. અમિત કારખાનેથી ઘર તરફ જતી ટ્રેનની અડફેટે ચઢ્યો હતો.  સચિન રેલ્વે સ્ટેશનના ટિકિટ બારી પર કામ કરતા ભાઈએ જોતાની સાથે જ 108 ને ફોન કર્યો હતો.વિશાલ (EMT, 108) એ જણાવ્યું હતું કે, ધૂળેટીની રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં સુરત – સચીન રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન અડફેટે યુવાન ઈજાગ્રસ્ત હોવાનો કોલ આવ્યો હતો. ઘટના સ્થળે ગયા બાદ એકવીસ વર્ષીય યુવક ટ્રેન અડફેટે ચઢ્યા બાદ હેડ ઇન્જરી સાથે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
ઈએમટી વિશાલે જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત યુવાનની તપાસમાં તેના બી.પી. તેમજ હ્રદયના ધબકારા ઘટી ગયા હતા. 108ના પાઇલોટ આંશિકની મદદથી ઇરજાગ્રસ્ત યુવાનને એમ્બ્યુલન્સમાં લઈ કેસની ગંભીરતા સાથે ERCP ડૉ. અનિરુધ્ધના માર્ગદર્શન અનુસાર ઓનરોડ (રસ્તામાં) સારવાર આપવાનો નિર્ણય લેવો પડ્યો હતો. દર્દીને સ્પાઇન બોર્ડ ઉપર ઓક્સિજન અને એટરોપીન ઇંજેક્શન આપી તેની તબિયતમાં સુધારો લાવવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ નિષ્ણાત તબીબને દર્દીની કેસ હિસ્ટ્રી અને ઓન રોડ સારવાર અપાઈ હોવાની માહિતી આપી હતી. પરિવારે કહ્યું હતું કે, તમે અમિત યાદવને નવું જીવન આપ્યું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments