Thursday, August 5, 2021
Homeસુરત માટે લાલબત્તી : શહેરમાં પ્રથમ વખત કોરોનાના 1200થી વધુ સક્રિય કેસ,...
Array

સુરત માટે લાલબત્તી : શહેરમાં પ્રથમ વખત કોરોનાના 1200થી વધુ સક્રિય કેસ, સિવિલ હૉસ્પિટલની ક્ષમતા પૂર્ણતાને આરે

ખાનગી હૉસ્પિટલમાં 300થી વધારે દર્દીઓ સારવાર હેઠળ, સ્મીમેર-1 અને સ્મીમેર-2 કોવિડ 19 હૉસ્પિટલમાં દર્દીઓને પ્રવેશ આપવાનું શરૂ.

સુરત : શહેરમાં પ્રથમ વખત 1200થી વધુ સક્રિય કેસો સિવિલ (Surat Civil Hospital), સ્મીમેર અને ખાનગી હૉસ્પિટલો, હોમબેઝ ટ્રીટમેન્ટ હેઠળ છે. કુલ 3,684 પોઝિટિવ કેસ (Surat Corona Positive Cases) પૈકી અત્યાર સુધી 2,330 દર્દી સાજા થયા છે. પોઝિટિવ કેસોની વધતી સંખ્યા અને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં રિકવરી રેટ ઘટીને 63% થઇ ગયો છે. જેથી હાલમાં કોરોનાનાં 1,260 સક્રિય કેસ સારવાર હેઠળ છે.

મનપાના સૂત્રો મુજબ, હાલ ખાનગી હોસ્પિટલોમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 90 દર્દીઓ ઘરે આઇસોલેટ થઇને ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે. કુલ એક્ટિવ દર્દીઓ પૈકી 200થી વધુ કેસો ઓક્સિજન હેઠળ, 42 બાયપેપ પર અને 08 કેસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ખાનગી હૉસ્પિટલોમાં તબક્કાવાર દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં તંત્રને થોડી રાહત મળી હતી. પરંતુ હવે સક્રિય કેસોની સંખ્યા વધતાં સિવિલ હૉસ્પિટલની ક્ષમતા પણ પૂર્ણતાના આરે છે.

પરિણામે આજે મોડી સાંજથી સ્મીમેર-1 અને સ્મીમેર-2 કોવિડ-19 હૉસ્પિટલ ખાતે પોઝિટિવ દર્દીઓને પ્રવેશ આપી સારવાર શરૂ કરવામાં આવી છે. આમ તો ખાનગી હોસ્પિટલોમાં 25 થી લઈને 75 બેડ, જે તે હોસ્પિટલની તૈયારી પ્રમાણે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે જે દર્દીઓને મનપા અથવા સિવિલ હોસ્પિટલ દ્વારા ખાનગી હૉસ્પિટલમાં મોકલવામાં આવશે, તેઓનો હૉસ્પિટલ ચાર્જ સરકાર દ્વારા આપવામાં આવશે. જયારે જે દર્દીઓ જાતે જ ખાનગી હોસ્પિટલમાં દાખલ થશે તેઓએ જાતે એ ચાર્જ ભોગવવાનો રહેશે.

હાલ સિવિલ હૉસ્પિટલના બેડ ફૂલ થઇ ગયા છે, અને બીજી તરફ સિવિલ હોસ્પિટલના અન્ય સામાન્ય દર્દીઓ મનપાની સ્મીમેર હોસ્પિટલમાં તો હતા જ, હવે સ્મીમેરમાં કોરોનાનાં દર્દીઓ પણ આજથી મોકલવાનું શરુ કરાયું છે. પરિણામે સ્મીમેરમાં પણ આગામી થોડા જ દિવસોમાં બેડ ફૂલ થવાની શક્યતા જોતા ખાનગી હૉસ્પિટલોમાં અત્યારથી જ રોજના 10 થી 15 દર્દીઓ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments