સુરત : માતા વગરની સગીરા પર 4 મિત્રોએ ગેંગરેપ કરી ગર્ભવતી બનાવી દીધી

0
21

સુરત: સચિન-ઊનમાં ફૂટપાથ પર રહેતી 16 વર્ષની સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને 4 બદમાશોએ જુદા-જુદા સમયે લઈ જઈ સગીરા પર બળાત્કાર કર્યો હતો. નરાધમોને કારણે સગીરા 4 મહિનાનો ગર્ભ રહી ગયો છે. આ ઘટનાને લઈને સચિન જીઆઈડીસી પોલીસે 4 નરાધમો સામે બળાત્કાર, પોક્સો અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ એસીપી દેસાઈ કરી રહ્યા છે. 5 માસથી સદ્દામ, પન્ટા, બાબુ અને છોટુએ ઝાડીમાં જઈ રેપ કર્યો હતો.

સગીરાની માતાનું બિમારીને કારણે મોત થયું હતું. થોડા સમય પહેલા તેઓનું ઝૂપડું તોડી નાખ્યું હતું, જેના કારણે સગીરા તેના પિતા સાથે ફૂટપાથ પર રહેતી હતી. પિતા દારૂનો નશો કરતો હતો અને સગીરાની કોઈ દેખરેખ રાખતો ન હતો. હાલમાં તેના પિતાનું અકસ્માત થતા નવી સિવિલમાં સારવાર હેઠળ છે. આ અંગે સગીરા ચાની લારી પર રડતી હતી ત્યારે એક રાહદારીએ પુછતા સગીરાએ તેમને આપવીતી જણાવી હતી અને 181ની મદદ લીધી હતી. આ મહિલા હેલ્પલાઈને સગીરાનું કાઉન્સેલિંગ કરતા મામલો સામે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here