Friday, March 29, 2024
Homeસુરત : માનસિક બિમાર યુવક CCTVના પોલ પર ચડી ગયો, ફાયર વિભાગે...
Array

સુરત : માનસિક બિમાર યુવક CCTVના પોલ પર ચડી ગયો, ફાયર વિભાગે ઉતાર્યો

- Advertisement -

સુરતઃ કતારગામ વિસ્તારમાં એક માનસિક બિમાર યુવક ટ્રાફિક પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી પોલ પર ચડી ગયો હતો. યુવકને પોલ પર જોઈને રસ્તા પર જતા લોકો ઉભા રહેવા લાગ્યા હતા. જેથી થોડીવારમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. રાહદારીઓએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ યુવકને સમજાવી ભારે જહેમતે ફાયર વિભાગે યુવકને નીચે ઉતાર્યો હતો. અને યુવાનનો કબ્જો કતારગામ પોલીસને સોંપ્યો હતો. જેમાં યુવક માનસિક બિમાર હોવાનું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular