Sunday, November 28, 2021
Homeસુરત-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસના નવા 16 કોચ બનીને તૈયાર
Array

સુરત-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસના નવા 16 કોચ બનીને તૈયાર

સુરત: છેલ્લાં 112 વર્ષથી સુરત અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડનારી ફ્લાઇંગ રાણી ડબલ ડેકર એક્સપ્રેસ હવે નવા લૂકમાં જોવા મળશે. ઉત્કૃષ્ટ યોજના હેઠળ ફ્લાઇંગ રાણીમાં પશ્ચિમ રેલવે ક્રીમ રંગના કોચ જોડી રહી છે. સુરત રેલવે યાર્ડમાં રેલવેની ઉત્કૃષ્ટ યોજના હેઠળ કોચને અપગ્રેડ કરાઈ રહ્યા છે. જોકે, આ માટે ટ્રેનને કેન્સલ કર્યા વિના જ યાર્ડમાં ફ્લઇંગ રાણીના કોચને અપગ્રેડ કરાઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર જેવી ફ્લાઇંગ રાણી આવે કે, તરત જ તેના કોચને રેલવે યાર્ડમાં લઈ જઇને અપગ્રેડ કરાઈ રહ્યા છે.

જેને કારણે ટ્રેન પર કેન્સલ કરવાની નોબત આવતી નથી અને કોચ પણ અપગ્રેડ થઈ રહ્યા છે. અત્યાર સુધી 16 કોચ તૈયાર થઈ ગયા છે જ્યારે ત્રણ કોચ બાકી રહ્યા છે. જે ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. ફ્લાઇંગ રાણી ડબલ ડેકર એક્સપ્રેસ બાદ પશ્ચિમ રેલવે ઉધના – દાનાપુર એક્સપ્રેસમાં ઉત્કૃષ્ટ કોચ લગાડનારી છે. આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડે છે.

ક્ષમતા: 1906માં 800 મુસાફરોને લઈ જતી ટ્રેન હવે 1500 પેસેન્જરને લઈ જશે

વર્ષ 1906માં સુરત અને મુંબઇ વચ્ચેનો વેપાર વધારવા ફ્લાઇંગ રાણી ડબલ ડેકર સાપ્તાહિક એક્સપ્રેસ શરૂ કરાઈ હતી. ત્યારે ટ્રેનમાં 10 કોચ હતા, જેમાં 800 પેસેન્જર મુસાફરી કરી શકતા. પછીથી ટ્રેનને ડેઇલી કરાઈ હતી. હવે ટ્રેનમાં દોઢ હજાર જેટલા પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે.

પેસેન્જરોને હવે આ સુવિધા મળશે
  • કોચ બહારથી ક્રીમ રંગનો હશે.
  • કોચમાં એલઇડી લાઇટ હશે.
  • કોચમાં હેરીટેજનો ફોટો લગાડેલો હશે.
  • બાયો ટોઇલેટ હશે. દુર્ગંધ ન આવે તે માટે એક્ઝોસ્ટ ફેન હશે.
  • પાણીનો બગાડ નહીં થાય તે માટે ટોઇલેટમાં નવી ફ્લસ સિસ્ટમની સાથે સ્વચ્છતાનું સૂચન કરે તેવી સિસ્ટમ હશે.
  • ટોઇલેટ બહાર હેન્ડ વોસ સિસ્ટમ હશે, જેમાં નળ પણ નવી સિસ્ટમના હશે.
  • એસી કોચમાં ઓટોમેટિક ફ્રેશનર સિસ્ટમ હશે.
  • કોચમાં બે સીટ વચ્ચે ચા-નાસ્તા મૂકવા માટે ટેબલ હશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments