સુરત : યુવતી સાથે વેપારીના અશ્લીલ ફોટો પાડી 2 લાખ માંગનાર હેડ કોન્સ્ટેબલની ધરપકડ

0
58

સુરતઃ મહીધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે યુવતી સાથે મળીને વેપારીને યુવતીના ઘરે બોલાવ્યો હતો. તે સમયે હેડ કોન્સ્ટેબલે સાગરીત સાથે મળીને નકલી દરોડા પાડ્યા હતા. અને અશ્લીલ ફોટો પાડી લીધા હતા. ત્યારબાદ પતાવટના નામે 2 લાખ માગ્યા હતા અને કોન્સ્ટેબલે 60 હજાર રૂપિયા લઈ લીધા હતા. વધુ 10 હજાર રૂપિયા માંગતા યુવકે પોલીસને જાણ કરી હતી. પોલીસે કોન્સ્ટેબલને પકડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જેમાં એક પકડાઈ ગયો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ પકડાયા બાદ મુખ્ય આરોપી તરીકે મહિધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

પહેલાં 60 હજાર લઈ છોડી મૂક્યો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા વિસ્તારમાં રહેતો ધર્મેશ સાવલિયા હીરાનો વેપારી છે. ગત 29 મી તારીકે તેને અજાણી મહિલાએ ફોન કર્યો હતો. મહિલાએ તેને શરીર સુખ માણવા માટે પરવત પાટિયા ઇન્ટરસિટી પાસે અક્ષર ટાઉનશિપમાં કિરણ નામની મહિલાના ફ્લેટમાં બોલાવ્યો હતો. ધર્મેશ ત્યાં પહોંચ્યો ત્યાં અજાણી મહિલા સાથે ધર્મેશ બેઠો ત્યારે આરોપી હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મુળજી ચૌહાણ તેના સાગરિત સુનિલ ઉર્ફ વિશાલ દેવીદાસ સાવંત( રહે. સંજીવની કોલોની,કડોદરા) સાથે આવ્યો હતો. તેને ધર્મેશ અને લલનાના ફોટો પાડીને પોલીસ કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી હતી.જો પોલીસ કેસથી બચવું હોય તો 90 હજાર રૂપિયા માંગ્યા હતા. તે સમયે ધર્મેશે 60 હજાર રૂપિયા લઈ લઈને ધર્મેશને છોડી મૂક્યો હતો. ત્યાર બાદ મંગળવારે વધુ 10 હજાર રૂપિયા માંગ્યા હતા. ધર્મેશે આ બાબતે એસીપી સી ડિવિઝનને વાત કરી હતી.

ટ્રેપમાં એક સાગરીત પકડાઈ ગયો હતો

એસીપીએ આરોપીઓને પકડવા માટે ટ્રેપ ગોઠવી હતી. ધર્મેશે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રને રૂપિયા લેવા માટે લમ્બે હનુમાન રોડ પર બોલાવ્યો હતો. ત્યાં કોન્સ્ટેબલ જીતેન્દ્ર જાતે આવ્યો ન હતો પરંતુ તેના સાગરિત રીક્ષાવાળા સુનિલને મોકલ્યો હતો. તે રૂપિયા લેવા આવતા પોલીસે તેને પકડી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે ધર્મેશની ફરિયાદ લીધી નહતી. તેના બદલામાં પોલીસે જાતે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુનિલ, કિરણ સહિતના આરોપીઓ પકડાઈ ગયા બાદ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મુળજી ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here