Friday, December 3, 2021
Homeસુરત રેલવે પરિસરમાં 26 જાન્યુ.થી કાયમ માટે 100 ફૂટે તિરંગો લહેરાશે
Array

સુરત રેલવે પરિસરમાં 26 જાન્યુ.થી કાયમ માટે 100 ફૂટે તિરંગો લહેરાશે

સુરત: ભારતીય રેલવે દ્વારા સુરત સહિતના એ 1 ગ્રેડના 75 રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે સુરત રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર -2018ની ડેડલાઈન સુધીમાં ધ્વજ નહીં લહેરાવાતા હવે 26મી જાન્યુઆરીએ લહેરાવશે. રેલવે સ્ટેશનનાગેટની બાજુમાં જ 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને આસપાસ રોશની કરવા તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનને એ 1 ગ્રેડના રેલવે સ્ટેશનના પરિસરમાં ડિસેમ્બર સુધીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવા માટે આદેશ કરાયો હતો. જોકે સુરત રેલવે તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામ પૂરું ન થતાં હવે 26મી જાન્યુઆરીનો મોકો ઝડપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુરત સહિત મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ પર પણ રાષ્ટ્રધ્વજ લહેરાશે

રેલવેના તમામ ઝોન પૈકી પશ્ચિમ રેલવેના સુરત,મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પટાંગણમાં 100 ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ 26મી જાન્યુઆરીએ લહેરાતો કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. સુરત રેલવે સ્ટેશનના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો કરવા માટે એક લાઈટપોલ નડતરરૂપ હતો જેની ઊંચાઈ ઘટાડી દેવામાં આવી છે.

યાત્રીઓની સુવિધા પણ જરૂરી

આ મુદ્દે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો જણાવ્યું હતું. એક ભારતીય તરીકે આપણા માટે ગર્વની વાત છે પરંતુ સામા છેડે સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. જોકે કેટલાક મુસાફરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે તિરંગોએ દેશની શાન છે.સુરત રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવો એ ગર્વની વાત છે.

રાષ્ટ્રધ્વજની સુરક્ષાની જવાબદારી RPF પર

રાષ્ટ્રધ્વજના સન્માનના નિયમોને ધ્યાનમાં રાખીને આટલા મોટી ઊંચાઇ પર લહેરાવવામાં આવનારા રાષ્ટ્રધ્વજની સુરક્ષાને વધુ ચુસ્ત કરાશે. સુરત રેલવે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રધ્વજ લાગી ગયા બાદ સુરક્ષાની જવાબદારી આરપીએફની રહેશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments