સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર 600 રૂપિયાની લેતી દેતીમાં હત્યા

0
28

સુરતઃરેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ધોળા દિવસે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણી હત્યા કરવામાં આવી હતી. દિપક નામના યુવકે કાળુ પાલ નામના વ્યક્તિ પાસેથી 600 રૂપિયા લીધા હતા. આ રૂપિયાની લેતી દેતીને લઈને કાળુ પાલ નામના વ્યક્તિ અને દિપક વચ્ચે રૂપિયાને લઈને બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બની જતાં કાળુએ દિપક પર ચપ્પુથી જાહેરમાં હુમલો કરી દીધો હતો. જેથી ઘટના સ્થળે જ દિપકનું મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. જો કે, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ ધોળા દાડે થયેલી હત્યાને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ખડા થયા છે.