Sunday, November 28, 2021
Homeસુરત રેલવે સ્ટેશન પર આજથી હંમેશા 100 ફૂટ ઊંચે રાષ્ટ્રધ્વજ લહેરાતો રહેશે
Array

સુરત રેલવે સ્ટેશન પર આજથી હંમેશા 100 ફૂટ ઊંચે રાષ્ટ્રધ્વજ લહેરાતો રહેશે

સુરતઃ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં લઇ સુરત રેલવે સ્ટેશનના પરિસરમાં 100 ફૂટ ઊંચે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. જે આજથી હંમેશા માટે ફરકતો રહેશે. દેશના એ-1 ગ્રેડ રેલવે સ્ટેશનો પૈકીના વેસ્ટર્ન રેલવેના સુરત રેલવે સ્ટેશન પરિસરમાં આજે(શુક્રવાર) સાંસદ દર્શના જરદોશ ના હસ્તે 100 ફૂટ ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

રેલવે બોર્ડ દ્વારા ડિસેમ્બર-2018 સુધીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે, ડેડલાઈન ચૂકી ગયા બાદ હવે પ્રજાસત્તાક પર્વ પહેલા 25મીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી દેવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન ઉપરાંત દેશના 75 એ-1 ગ્રેડના સ્ટેશનો પર રાષ્ટ્રધ્વજ કાયમી ધોરણે ફરકતો રહેશે. પશ્ચિમ રેલવે મુંબઈ મંડળના બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ અને સુરત રેલવે સ્ટેશન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ફરમાન આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રધ્વજના સન્માનના નિયમો પાળવવાને ધ્યાનમાં રાખીને આટલા મોટી ઊંચાઇ પર લહેરાવાયેલા રાષ્ટ્રધ્વજની સુરક્ષાને વધુ ચુસ્ત કરાશે. સુરત રેલવે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રધ્વજ લાગી જતા સુરક્ષાની જવાબદારી આરપીએફની રહેશે.

આ મુદ્દે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો જણાવ્યું હતું કે, એક ભારતીય તરીકે આપણા માટે ગર્વની વાત છે પરંતુ સામા છેડે સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. જોકે, કેટલાક મુસાફરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે તિરંગોએ દેશની શાન છે.સુરત રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવો એ ગર્વની વાત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments