Wednesday, December 8, 2021
Homeસુરત લાજપોર જેલમાં કેદીએ સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો
Array

સુરત લાજપોર જેલમાં કેદીએ સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતઃ લાજપોર જિલ્લા જેલમાં એક કેદીએ પોતાના જ બેરકમાં માથે ટી-શર્ટ નાખી આગ ચાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 24 કલાક બાદ આ કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાતા આખી ઘટના બહાર આવી હતી. હત્યા કેસમાં કાચા કામની સજા કાપતા કેદીએ બીમારીથી કંટાળી અને ભાઈ-બહેન મુલાકાત માટે આવતા ન હોવાથી આવું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

લાજપોર જેલમાં બંધ અને અડાજણ એલપી સવાણી રોડ ખાતે રહેતા રાજુ કનૈયાલાલ મધનારી (ઉ.વ. 52)એ જણાવ્યું હતું કે, હત્યા કેસમાં છેલ્લા 10 મહિનાથી કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે. વિધુર જીવન જીવુ છું ભાઈ-બહેન છે પણ જેલમાં મળવા આવતા નથી, માનસિક બીમારીની દવા ચાલે છે. આવા અનેક કારણોને લઈ હવે જીવવું નથી. જેથી રવિવારની સવારે પોતાની બેરક નંબર B-7 માં તેમણે માથે ટી-શર્ટ બાંધી આગ ચાપી દીધી હતી. જોકે, સળગીને આપઘાત કરી લઉં તે પહેલાં સાથી કેદીઓએ બચાવી લીધો હતો. માથે અને મોં પર ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ જેલ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ઘટનાના 24 કલાક બાદ જેલ સતાધીશોએ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments