Monday, September 27, 2021
Homeસુરત-વિરાર શટલ ટ્રેનમાં મહિલાની હત્યા દીકરીના પ્રેમીએ કરી હોવાની શંકા
Array

સુરત-વિરાર શટલ ટ્રેનમાં મહિલાની હત્યા દીકરીના પ્રેમીએ કરી હોવાની શંકા

સુરતઃ દાહોદની મહિલાની વિરાર શટલ ટ્રેનમાં વિકલાંગ કોચમાં હત્યા કરાયેલી લાશ બુધવારે મળી આવી હતી. આ હત્યામાં રેલવે પોલીસે પહેલા મહિલાની ઓળખ કરી તેની દીકરીની પૂછપરછના આધારે હત્યારો તેનો પ્રેમી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાનું નામ મથુરીદેવી કસુભાઈ ગેદાલભાઈ સંગડા(ઉ.વ.47) છે અને તે મૂળ દાહોદના અને પીપલોદમાં લેકવ્યૂ ગાર્ડન પાસે આવેલા ઝુપડપટ્ટીના રહેવાસી હતા. મથુરીદેવીની પુત્રીનું પિન્ટુ નામના યુવક સાથે પ્રેમસંબધ હતો. જેના કારણે મથુરીદેવીએ વિરોધ કર્યો હતો. જેથી માતાનો કાટો કાઢવા માટે પિન્ટુએ હત્યા કરી હોવાની શક્યતાઓ રહેલી છે. મહિલા ઉધના આવી હતી. મહિલા ઉધના સ્ટેશનેથી સવારે 4.15 વાગ્યે વિરાર શટલમાં વિકલાંગ કોચમાં બેસીને જતી હતી. તે વખતે ઉધના અને સચીન સ્ટેશનની વચ્ચે વિકલાંગ કોચમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments