Wednesday, September 28, 2022
Homeગુજરાતસુરત : વિશ્વ અલ્ઝાઇમર દિન નિમિતે સિવિલ હોસ્પિટલમાં કેમ્પ યોજાયો

સુરત : વિશ્વ અલ્ઝાઇમર દિન નિમિતે સિવિલ હોસ્પિટલમાં કેમ્પ યોજાયો

- Advertisement -

આજે વિશ્વ અલ્ઝાઇમર દિવસ છે. આ બીમારી 50 વર્ષથી ઉપરના વ્યકિતઓમાં થઇ શકે છે. આ બીમારીમાં વ્યક્તિ તેના જીવનની અમુક યાદગાર પળો, નવી યાદ કરવાની પળો તથા અંતે પરિવારજનોને પણ ભૂલી જાય છે. નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ અલ્ઝાઇમર દિવસ નિમિતે ઓપીડી-13 માનસિક વિભાગમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ડોક્ટર સહિત સ્ટાફ દ્વારા અલ્ઝાઇમર બીમારી વિશેની માહિતી આપવામાં આવી હતી.

માનવીની જીવનની શરૂઆત અને તેનો અંત આ સમયગાળામાં વ્યક્તિ તેના જીવનમાં ઘણી એવી સારી યાદગીરી તો ખરાબ પળો જોઇ હોય છે. જે તેના જીવનના એક અમૂલ્ય યાદગાર પળો હોય છે. માનવીના જીવનના અમુક વ્યક્તિઓ અને પરિવારજનો હોય છે, જેની સાથે તેને ઘણી એવી પળો વિતાવી હોય છે. આવી પળો વીત્યા બાદ માનવી ભૂતકાળની પળોને યાદ કરીને આનંદ મેળવતો પણ હોય છે. માનવીની આવી જ પળોને એક ઉમરે યાદ કરી શકતો નથી. નવી પળોને પણ યાદ નહિ રાખી શકે ત્યારે જીવનના મહત્વના સાથીઓને પણ યાદ નહિ કરી શકે જો આવી સમસ્યાઓથી કોઇ પીડાઇ રહ્યું છે. તેને અલ્ઝાઇમર્સડિમેંશિયા કહેવાય છે.

આ બીમારીથી બચાવવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બર એટલે કે આજે વિશ્વ અલ્ઝાઇમર્સ- ડિમેંશિયા દિવસ મનાવવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગમાં આ દિવસની ઉજવણી સ્વરૂપે કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં માનસિક ઓપીડીના ડોક્ટર કમલેશ દવેએ જણાવ્યું હતું કે આ બીમારી 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં વધારે પડતી થતી જોવા મળે છે. અલ્ઝાઇમર્સ મગજમાં થતી નર્વ સેલ્સની વચ્ચે થતા કનેક્શનને નબળું બનાવી દે છે.તેનાથી બચવાના ઉપાયો પણ છે અને તેની દવાઓ પણ છે જેની જાગૃતિ માટે આ કેમ્પ યોજાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular