Sunday, September 19, 2021
Homeસુરત શહેરમાં હીટવેવ યથાવત, મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર,
Array

સુરત શહેરમાં હીટવેવ યથાવત, મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર,

સુરત: ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. મહત્તમ તાપમાન માં 0.8 ડિગ્રીનો વધારો સાથે ગુરુવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાતાં આગઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 23 ટકા રહ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિશાથી 7 કિ.મી.ની ગતિએ સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે. ગઈ કાલ બુધવારની સરખામણીમાં આજે ગરમીનો પારો 0.8 ડિગ્રી ઉપર ગયો છે. 40.6 ડિગ્રી તાપમાને લોકોને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments