સુરત : સરથાણામાં મોડી રાત્રે બસોના રોડ પર પાર્કિંગથી લોકોનો ભારે હોબાળો

0
0

સુરતઃ શહેરમાં વકરી રહેલી પાર્કિંગની સમસ્યાને કારણે મંગળવારે મોડીરાતે સરથાણા વિસ્તારમાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. સરથાણામાં જાહેરમાર્ગ પ્રતિબંધિત સમયે રસ્તો રોકીને ઉભેલી આઠથી દસ બસને રોકી ચક્કાજામ કરતાં પોલીસ બોલાવવી પડી હતી. મોડીરાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી.

સરથાણામાં મોડીરાતે લક્ઝરી બસોને કારણે જાહેરમાર્ગ જામ થતાં લોકોએ બસો રોકી રોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં અડાજણ, વરાછા અને કતારગામમાં લક્ઝરી બસો મોટાપાયે રાતે ઉભી રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. તેમાં સરથાણામાં છેલ્લાં કેટલાક દિવસથી લક્ઝરી બસોનો રોજીંદો ત્રાસ હતો, જેના કારણે મંગળવારે બસોને કારણે રસ્તો જામ થઈ ગયો હતો. આથી રોષે ભરાયેલા લોકો રસ્તા પર આવી ગયા અને બસોને રોકી રોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here