સુરત સિવિલમાંથી અપહ્યત બાળકીને શોધવા પોલીસે જાહેર સ્થળો પર પેમ્પલેટ લગાવ્યા

0
44

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાંથી 25 દિવસની બાળકીને અજાણી મહિલા ઉપાડી જવાના 48 કલાકથી પણ વધુનો સમય થવા આવ્યો છતાં બાળકીનો કોઈ વાવડ નથી. જેથી પોલીસે હવે જાહેર સ્થળો પર પેમ્પલેટ લગાવી બાળકીની શોધખોળ હાથ ધરી છે.

25 દિવસની બાળકીની ઉઠાંતરી
નવી સિવિલમાં ગાયનેક ઓપીડીની બહારથી મંગ‌ળવારે બપોરે અજાણી મહિલાએ 25 દિવસની બાળકીને શાંત પાડવાના બહાને ચોરી કરી ફરાર થઈ હતી. આ ગંભીર કેસમાં શહેર પોલીસ ઊંધા માથે થઇ છે. ઉઠાંતરીના ગંભીર ઘટનાને 48 કલાકથી વધુ સમય થવા છતાં બાળકીના કોઇ વાવડ પોલીસને મળ્યા નથી.
પોલીસે ગલીઓ અને ખોલીઓ ખૂંદી
સીસીટીવીમાં બાળકીને ઉઠાવી જનાર મહિલા રિક્ષામાં બેસી નવાગામ-ડિંડોલી વિસ્તારમાં ઉતરી હોવાનું જણાયું હતું. જેથી બાળકીને શોધવા માટે શહેર પોલીસની એસઓજી, ક્રાઈમબ્રાંચ, પીસીબી, ખટોદરા તેમજ ડિંડોલી-લિંબાયત પોલીસ સહિત 200થી વધુ પોલીસકર્મીઓએ નવાગામ-ડિંડોલી ચિંતા ચોક વિસ્તારની ગલીઓ અને ખોલીઓ ખૂંદી વળ્યા હતા.
બાળકોની હોસ્પિટલમાં વોચ ગોઠવી
બાળકીની ઉઠાંતરીને 48 કલાક વિતવા છતા કોઈ ભાળ મળી નથી. જેથી પોલીસે નવાગામ-ડિંડોલી સહિતના જાહેર સ્થળો પર પેમ્પલેટ લગાવ્યા છે. પોલીસકર્મીઓએ એક-એક ઘરમાં તપાસ કરી બાળકીને શોધવા કવાયત કરી છે. ગતરોજ ક્રાઈમ એન્ડ ટ્રાફિકના એડીશનલ પોલીસ કમિશનર એચ.આર.મુલીયાણાએ ક્રાઈમબ્રાંચના સ્ટાફ સાથે નવી સિવિલમાં વિઝીટ કરી અને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા નવાગામ-ડિંડોલી વિસ્તાર સહિતની બાળકોની હોસ્પિટલમાં પોલીસ વોચ રાખી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here