Saturday, October 23, 2021
Homeસુરત સિવિલ હોસ્પિટલમાંથી બેંક સાથે છેતરપિંડી કેસનો આરોપી ભાગી ગયો
Array

સુરત સિવિલ હોસ્પિટલમાંથી બેંક સાથે છેતરપિંડી કેસનો આરોપી ભાગી ગયો

સુરતઃ  સિવિલ હોસ્પિટલના મેડિસીન ઓપીડી બહારથી બેંક સાથે છેતરપિંડી કેસનો આરોપી પોલીસને હાથતાળી આપી ભાગી ગયો હતો. હરિયાણા પોલીસના ચાર પોલીસ જવાનના જાપ્તા સાથે અડાજણ પાટીયા ખાતે આવેલી જલાની અપાર્ટમેન્ટમાં રહેતો આરોપી આયુબ ઈબ્રાહિમ કપાડિયાને કામરેજ સીએચસીથી સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાયો હતો. જોકે, ફિલ્મી સ્ટાઇલમાં આરોપીને મોપેડ પર ભગાડવામાં મદદગીરી કરનાર સગાઓ પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં એક રીક્ષા પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

નજરે જોનારા સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, ઘટના લગભગ 5થી 5:15 વચ્ચેની કહી શકાય છે. આરોપીને પોલીસ જાપ્તા સાથે સિવિલ લવાયા બાદ સતત સગાઓ કોઈને કોઈ પ્લાન બનાવી રહ્યા હતા. ટ્રોમાં સેન્ટર બહાર સગાઓએ સિક્યુરિટી સાથે પણ ઘર્ષણ કર્યું હતું. ત્યારબાદ આરોપીને 12 નંબરની ઓપીડીમાં રીફર કરાતા સગાઓએ આરોપી સાથે ઈશારો ઇશારોમાં વાત પણ કરી લીધી હતી. જેને લઈ એક પરિચિત વ્યક્તિ મોપેડ લઈ ઓપીડી બહાર ઉભો રહી ગયો હતો. બીજી બાજુ પોલીસ આરોપીને ઓપીડી તરફ જવા રવાના થયા હતા. બસ 12 નંબરની ઓપીડી આવતા જ આરોપી પોલીસને ધક્કો મારી દોડીને ચાલુ મોપેડ પર બેસીને રફુચક્કર થઈ ગયો હતો. ફિલ્મી સ્ટાઇલમાં ભાગેલા આરોપીને લઈ એક મિનિટ માટે તો પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. પોલીસના જવાનો 12 નંબરની ઓપીડીથી પોસ્ટ મોર્ટમ રૂમ સુધી દોડીને મોપેડનો પીછો કરતા નજરે પડ્યા હતા. તો બીજી બાજુ હરિયાણા પોલીસના અન્ય જવાનો તાત્કાલિક દોડીને ટ્રોમા સેન્ટર પર આવતા રીક્ષા ચાલક સંબધી પકડાઈ ગયો હતો. પોલીસે તેની અટક કરી રીક્ષા જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments