Saturday, October 16, 2021
Homeસુરત : સિવિલ હોસ્પિટલમાં અવ્યવસ્થાના કારણે મૃતદેહ માટે પરિવાર 10 કલાક અટવાયાનો...
Array

સુરત : સિવિલ હોસ્પિટલમાં અવ્યવસ્થાના કારણે મૃતદેહ માટે પરિવાર 10 કલાક અટવાયાનો પરિવારનો આક્ષેપ

સુરત. સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના શકાસ્પદ દર્દીને બે કલાક બાદ ટ્રોમાં સેન્ટરમાં લાવી મૃત જાહેર કરાતા ફરી વિવાદ સર્જાયો છે.પરિવાર આખી રાત કોવિડ-19 હોસ્પિટલથી ટ્રોમાંના ધક્કા ખાતા રહ્યું હતું. હાલ નવા ડયુટી લિસ્ટ પ્રમાણેના ડોક્ટરને કોવિડ 19માં આવતા શકાસ્પદ દર્દીઓને મૃત જાહેર કરવાની જવાબદારી સોંપાઈ છે.ટ્રોમાં સેન્ટરમાં રાત્રી મેડિકલ ઓફિસરે ફોન કરી ડૉક્ટરને જાણ કર્યા બાદ પણ ડોક્ટર આવ્યા નહિનું કહેવાઈ રહ્યું છે. આખરે મામલો આરએમઓ પાસે પહોંચતા મૃત જાહેર કરવા આદેશ કર્યો હતો. બાદમાં પરિવાર મૃતદેહને લઈને 10 કલાક અટવાતા સિવિલની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

શંકાસ્પદ કોવિડના લક્ષણ હતા
કમલેશ શાંતિલાલ પ્રજાપતિ (ઉ.વ.આ.50) રહે. ગિરનાર સોસાયટી, છાપરાભાઠા અમરોલીના મધરાત્રે ખાનગીમાંથી સિવિલ લવાતા મોત થયું હતું. કલાકો બાદ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં વહેલી સવારે 4:10 વાગે લવાયો હતો. ત્યારબાદ મૃત જાહેર કરી PMરૂમમાં મુકાયો હતો. કમલેશભાઈને સોમવારની બપોરે પેટમાં દુઃખાવો થયો હતો.ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ CTસ્કેનમાં ન્યુમોનિયા આવતા શંકાસ્પદ કોરોના તરીકે મધરાત્રે 2:31 મિનિટ કોવિડ 19 હોસ્પિટલમાં લવાયા હતાં.જ્યાં મૃત જાહેર કરવા માટે ડોક્ટરો એક બીજા પર ખો નાખતા પરિવાર અટવાયો હતો.

પરિવાર અટવાયો
કમલેશભાઈ કાપડના વેપારી હતા અને બે સંતાનોના પિતા હતાં. સિવિલની અવ્યવસ્થાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.આજે સવારે 9:40 મિનિટ એ ડેથ સર્ટી મળ્યા બાદ એકતા ટ્રસ્ટને મૃતદેહ સ્મશાન ભૂમિ લઈ જવા માટે જાણ કરાઈ હતી.જ્યાં પણ બે કલાક લાગશે એવો જવાબ મળ્યો હતો.હોસ્પિટલની અવ્યવસ્થાને લઈ મૃતદેહ 10 કલાકથી વધુ અટવાયો હતો.2 કલાક કોવિડ 19માં ત્યારબાદ 8 કલાકથી વધુ પોસ્ટ મોર્ટમ રૂમમાં હજી શબ વાહીની ને લઈ પરિવાર  અટવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments