સુરત સિવિલ હોસ્પિટલમાં રડતા બાળકને ચુપ કરાવવાનું કહી મહિલા બાળકી લઈને ફરાર થતાં શોધખોળ શરૂ

0
32

સુરતઃનવી સિવિલ હોસ્પિટલ ખાતે 25 દિવસ પહેલા નવજાત બાળકીને જન્મ આપનારી મહિલાને પેટમાં દુઃખાવો ઉપડતા દિયર સાથે સારવાર માટે આવી હતી. 20 નંબરની ગાયનેક ઓપીડી બહાર માતા બાળકીને લઈને બેઠી હતી એ દરમિયાન બાળકી રડવા લાગી હતી. જેથી કોઈ અજાણી મહિલા આવી અને બાળકીને ચુપ કરાવી દઈશ એમ કહીને હાથમાં લઈને રમાડવા લાગી હતી. બાદમાં તે અચાનક ક્યાંક ગાયબ થઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અને શોધખોળ શરૂ કરી છે.

કડોદરા નજીક જોલવા ખાતેની આરાધના ગ્રીનલેન્ડમાં રહેતા કેતકી મનોજરામ નિવાસ ગૌસ્વામી તેનાદિયર કપૂરચંદ ગૌસ્વામી અને બાળક સાથે સિવિલ સારવાર માટે આવ્યાં હતાં. આ દરમિયાન રડતી બાળકીને શાંત કરવા ગુજરાતી અને મરાઠી ભાષા બોલતી મહિલા લઈને આમ તેમ ફરતી ત્યારે કપૂરચંદે બાળકીનું ધ્યાન રાખવા સાત વર્ષના બાળકને સાથે મોકલ્યો હતો. પરંતુ મહિલા ઉપરના માળેથી નીચે ઉતરી ત્યારે બાળકને પાણી લેવા મોકલ્યો હતો પછી બાળક પાણી લેવા આવ્યો અને મહિલા બાળકીને લઈને ગૂમ થઈ ગઈ હતી. હાલ પરિવારની સાથે તંત્ર પણ બાળકને લઈને તપાસ કરી રહ્યું છે.