Wednesday, September 22, 2021
Homeસુરત સિવિલ હોસ્પિટલ માં યુવક ના પોસ્ટમોર્ટમ માં કિડની ઘોડા ના નાળ...
Array

સુરત સિવિલ હોસ્પિટલ માં યુવક ના પોસ્ટમોર્ટમ માં કિડની ઘોડા ના નાળ આકાર ની મળી આવી

સુરતઃ સિવિલ હોસ્પિટલમાં એક યુવકના પોસ્ટમોર્ટમ દરમિયાન કિડની ઘોડાના નાળ આકારની મળી આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. શ્વાસની બીમારીથી પીડિત પરપ્રાંતીય યુવકને રવિવારની રાત્રે સિવિલમાં સારવાર માટે લવાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃત્યુનું સાચું કારણ જાણવા આજે પોસ્ટમોર્ટમ કાર્ય હાથ ધરાતા 500 કેસમાં દેખાતો આવો અજીબો ગરીબ કિસ્સો બહાર આવ્યો હતો.

સારવાર અર્થે ખસડેતા મૃત જાહેર

અભિષેક (મરનાર વિનોદનો ભત્રીજો) જણાવ્યું હતું કે, કાકા વિનોદપ્રસાદ બીશુંન (સિંગ ઉ.વ. 46 રહે ગંગોત્રી નગર પાંડેસરા) મિલમાં મજુરી કામ કરતા હતા. બિહારના વતની વિનોદપ્રસાડ 3 વર્ષથી સુરતમાં રહેતા હતા. એકના એક દીકરાના પિતા વિનોદભાઈને રવિવારની રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડતા સિવિલ લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

બંને કિડની જોડાય ગયેલી હાલતમાં મળી

ડો. ઓમકાર ચૌધરી (પોસ્ટમોર્ટમ કરનાર તબીબ) એ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ દરમિયાન વિનોદની કિડની નહીં મળતા એક ક્ષણ માટે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. કિડની વગર માણસ જીવી જ નહીં શકે. જેથી પરિવારની પૂછપરછ કરી ફરી પોસ્ટ મોર્ટમ કામગીરી હાથ ધરતા બંને કિડની જોડાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. સામાન્ય રીતે કિડની બિન આકારની હોય છે અને જોડાય ગયા બાદ તેનો આકાર ઘોડાની નાળના આકારનો થઈ જાય છે. આવી કિડની જન્મ જાત હોવાનું અને મોટાભાગના કિસ્સા પુરુષોમાં જોવા મળે છે. 500 કેસોના અભ્યાસમાં એક આવો કેસ જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments