Friday, August 12, 2022
Homeસુરત સ્મીમેર હોસ્પિટલમાં એઆરટી સેન્ટરમાં શેડ તૂટી પડ્યો
Array

સુરત સ્મીમેર હોસ્પિટલમાં એઆરટી સેન્ટરમાં શેડ તૂટી પડ્યો

- Advertisement -

સુરતઃ  સુરત સ્મીમેર હોસ્પિટલમાં આવેલા એઆરટી સેન્ટર( એન્ટી-રીટ્રોવીરલ થેરાપી સેન્ટર) માં સિલિંગનો શેડ તૂટી પડ્યો હતો. સ્ટાફ ફરજ પર હાજર હતો. દરમિયાન શેડ તૂટી પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સહારા દરવાજા ખાતે આવેલા પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આવેલા એઆરટી સેન્ટરમાં સિલિંગનો શેડ તૂટ્યો પડતા હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. શેડ તૂટવાની ઘટનામાં એક કર્મચારી અને એક એચઆઈવી પોઝિટિવ દર્દીને ઈજા પહોંચી હતી. જેથી એઆરટી સેન્ટરના કર્મચારીઓએ કામ કરવાની મનાઈ ફરમાવતા સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ દોડાત થઈ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલમાં ઉપરના માળ પર કામ ચાલતું હોવાથી ઘટના બની હોવાની શક્યતા રહેલી છે.

અગાઉ પણ સ્મીમેરમાં ગાબડાં પડવાની ઘણી ઘટના બની ચુકી છે. ઘટના બાદ લોકો પાસે બિલ્ડિંગ સ્ટ્રક્ચર રિપોર્ટ માંગનારી મહાપાલિકા પોતાની બિલ્ડિંગોનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવે તેવો ગણગણાટ સંભળાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular