Wednesday, September 22, 2021
Homeસુરત સ્મીમેર હોસ્પિટલ ની પાછળ આંબેડકર નગર ઝુપડપટ્ટીમાં ભીષણ આગ
Array

સુરત સ્મીમેર હોસ્પિટલ ની પાછળ આંબેડકર નગર ઝુપડપટ્ટીમાં ભીષણ આગ

સુરત: સહારા દરવાજા પાસે સ્મીમેર હોસ્પિટલની પાછળ આવેલી આંબેડકર નગર ઝુપડપટ્ટીમાં એક ઝુપડામાં ગેસ સિલીન્ડર લિકેજ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. ઝુપડામાં લાગેલી આગ બાદ ગણતરીની સેંકડોમાં આજુ બાજુના અન્ય ઝુપડાઓ પણ લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.

સહારા દરવાજા નજીક રેલ્વે ટ્રેક અને સ્મીમેર હોસ્પિટલની વચ્ચે આવેલી આંબેડકર નગર ઝુપડપટ્ટીમાં મોડી રાત્રે ગેસ સિલીન્ડર લિકેજ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. એક ઝુપડામાં સિલીન્ડર બ્લાસ્ટ થયા બાદ ભભૂકી ઉઠેલી આગ જોતજોતામાં આસપાસના અન્ય ઝુપડાઓને પણ લપેટમાં લઈ લીધા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. બનાવની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની દસથી પંદર ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બનાવને પગલે આસપાસના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. આશરે એક થી દોઢ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગની આ ઘટનામાં આશરે 50 જેટલા ઝુપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા જ્યારે 100 જેટલા ઝુપડાઓનો બચાવ થયો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments