Tuesday, September 28, 2021
Homeસુરત : 108 ની પ્રશંસનીય કામગીરી,
Array

સુરત : 108 ની પ્રશંસનીય કામગીરી,

સુરત: ચીખલીના ખેરગામ લોકેશનની 108 એમ્બ્યુલનસની મહિલા EMT એ ઓન રોડ જન્મેલા બાળકના ધબકારા ન આવતા CPR આપી પાઇપ વડે નાક અને મોઢામાંથી મેલું કાઢી બાળકને નવું જીવન આપવામાં સફળ રહી હતી. ડેબરપાડા ગામથી પ્રસૂતિની પીડા સાથે મહિલાને હોસ્પિટલ લઈ જતી વેળાએ સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા ધરમપુર ચોકડી પાસે એમ્બ્યુલન્સ ઉભી રાખી સગર્ભાને પ્રસુતિ કરાવી હતી. 2 કિલો અને 130 ગ્રામના બાળક સાથે પ્રસૂતાને લઈ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ પહોંચેલી 108ની ટીમને ડોક્ટરોએ પ્રશંસનીય કામગીરી બદલ આવકાર્ય હતા. જ્યારે આજે પહેલી એપ્રિલ એટલે એપ્રિલ ફુલ દિવસને લઈ નવજાત બાળકે પણ કેટલીક ક્ષણો સુધી ધબકારા અટકાવી 108ની ટીમ ને એપ્રિલ ફૂલ બનાવ્યા હોય એવો હોસ્પિટલમાં હાસ્યાસ્પદ માહોલ ઉભો થયો હતો.

સેજલ પટેલએ જણાવ્યું હતું કે કોલ લગભગ સોમવારની સાંજે 6:20 મિનિટ નો હતો. સગર્ભાને પ્રસૂતિની પીડા હોવાની જાણ થતાજ ખેરગામ લોકેશનથી તેમની ટીમ તાત્કાલિક ડેબરપાડાગામ દોડી ગઈ હતી. સગર્ભા કાજલબેન જીજ્ઞેશભાઈ ભોયા ઉ.વ. 22 ને 108 એમ્બ્યુલન્સમાં લઈ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ જવા રવાના થયા હતા. ત્યાં ધરમપુર ચોકડી નજીક સગર્ભાની તબિયત બગડતા તાત્કાલિક પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. જોકે જન્મ બાદ નવજાત બાળકની કોઈ હલન ચલન તેમજ ધબકારા ન આવતા તાત્કાલિક CPR આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ સકસન એટલે કે બાળકના નાક અને મોઢામાં પાઇપ નાંખી મેલું બહાર કાઢ્યું હતું. પછી તરત પીઠ પર મસાજ કરતા બાળક રડવા માંડ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે બાળકના રડવા સાથે ધબકારા આવતા જ તેઓ પ્રસૂતા અને નવજાત બાળકને લઈ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તબીબોએ તમામ હકીકત જાણી 108ની ટીમની પ્રશંસનીય કામગીરીને આવકારી હતી. નવાઈની વાત તો એ છે કે આવા કેસ ખૂબ જ ઓછા આવતા હોય છે પણ ટ્રેનીંગમાં આવા ક્રિટિકલ કેસ બાબતે સમજાવાતું હોય છે. જેને લઈ આવા સમયમાં ટ્રેનિંગ ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોવાનું આ ઉદાહરણ કહી શકાય છે. કાજલબેનની આ બીજી પ્રસુતિ હોવાનું તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments