Tuesday, October 26, 2021
Homeસુરત RKT માર્કેટમાં ચોરી મામલે વધુ બેની ધરપકડ, ક્રાઇમ બ્રાંચની ટીમ મેરઠ...
Array

સુરત RKT માર્કેટમાં ચોરી મામલે વધુ બેની ધરપકડ, ક્રાઇમ બ્રાંચની ટીમ મેરઠ પહોંચી

સુરત : કરોડોના કોટન કાપડની ચોરી મામલે સલાબતપુરા પોલીસ પાસેથી તપાસ આંચકી લેવામાં આવી છે. હવે કરોડોના કાપડની ચોરીની સલાબતપુરા પોલીસમાં નોંધાયેલી ત્રણેય ગુનાઓની તપાસ ક્રાઈમબ્રાંચ કરશે. ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસની ટીમો મેરઠ ખાતે રવાના થઈ છે.

છેલ્લા 7 મહિનાથી રવિવારે સાંજે ચોરી કરતા

કાપડની ચોરીમાં 12 જણાની ટોળકી છેલ્લા સાતેક મહિનાથી રવિવારે સાંજના સુમારે ચોરી કરતી હતી. ચોરી કરેલો કાપડ માર્કેટમાં જ રાખી મુકી સોમવારે ગેટ પાસથી બનાવી માલ બહાર સપ્લાય કરી દેતા હતા. આ ચોરીમાં સ્વસ્તિક સિક્યરીટી એજન્સીના ત્રણ સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરાય છે, સિક્યુરીટી ગાર્ડની સાથે સિક્યુરીટી ગાર્ડ સુનિલ દેવરે, સચીન ખેરનાર, જમીલ શેખ, ઉપરાંત ગિરડી ગેંગના મહેન્દ્ન શર્મા, વિનોદ ઉર્ફ રાકા, દિનેશ અને  રાજસ્થાન ભીલવાડાના સંપત મારવાડી તેમજ વેપારી સલમાન કુરેશી અને મોનુ સામેલ છે. જેમાં ચંપત મારવાડી, મહેન્દ્ન શર્મા અને વિનોદ રાકા દુકાનની ડુપ્લીકેટ ચાવી બનાવી લાવી રવિવારે સાંજે ચોરી કરતા હતા.  હાલમાં 9 જણા ફરાર છે.

ચોથા દિવસે પણ દુકાનો બંધ રહી

ચોથા દિવસે પણ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ બંધ પાળ્યો હતો. ફસાઈ ગયેલા 3500થી વધુ કાપડના પાર્સલ પોલીસ પ્રોટેક્શનમાં શનિવારે ડિલિવર કરવામાં આવ્યા હતા. વેપારીઓને હડતાળ સમેટી લેવા માટે માર્કેટના બિલ્ડરે પણ કાલાવાલા કરવાની નોબત આવી હતી.

વેપારી મોનુએ મેરઠમાં પણ દુકાન ખોલી હતી

મેરઠમાં પણ આરોપી વેપારી મોનુએ દુકાન ખોલી હતી. જ્યાંથી મેરઠના વેપારીઓને તે ચોરીનો માલ વેચાણ કરતો હતો. હાલમાં પોલીસે આ બાબતે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે મેરઠના વેપારીઓના મોબાઈલ નંબરો અને રહેઠાણની વિગતો લઈને તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં મેરઠના વેપારીઓ પણ કરોડોની ચોરીમાં પકડાય તો નવાઈ નહિ !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments