Wednesday, December 8, 2021
Homeસુરત RKT માર્કેટમાં પાર્સલ ચોરી પર અંકુશ મૂકવા કાપડ વેપારીઓએ નવા નિયમો...
Array

સુરત RKT માર્કેટમાં પાર્સલ ચોરી પર અંકુશ મૂકવા કાપડ વેપારીઓએ નવા નિયમો ઘડ્યા,

સુરતઃ  રિંગરોડ સ્થિત આવેલી રાધાકૃષ્ણ(આરકેટી) ટેક્સટાઈલ માર્કેટમાં કરોડોના તાકા ચોરી પ્રકરણમાં સમગ્ર ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીથી બચવા નવા નિયમો ઘડાવવાની શરૂઆત થઇ છે. જોકે, આરકેટી માર્કેટના 400 જેટલા વેપારીઓએ સ્થળાંતર કરવાનું મન બનાવી લેતા આજે મિટીંગ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ (આર.કે.ટી.) ચોરી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધી 8ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 9 આરોપીનાં નામો પોલીસની તપાસમાં ખૂલ્યાં છે. જે તમામને પકડી પાડવાની કામગીરી હાલ ચાલી રહી છે.

માર્કેટમાં હવે 4 હમાલીથી વધારે કોઇપણ પાર્સલની હેરફેર કરશે નહી

સમગ્ર ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીથી બચવા નવા નિયમો ઘડાવવાની શરૂઆત થઇ છે. માર્કેટમાં હવે 4 હમાલીથી વધારે કોઇપણ પાર્સલની હેરફેર કરશે નહી. ગુડલક માર્કેટના પ્રમુખ દિનેશ કટારિયાએ કહ્યું કે અમે ચોરીની ઘટનાથી બચવા  માર્કેટમાં 4 હમાલીના પ્રવેશનો નિયમ ઘડ્યો છે. જો ચોરી થાય તો સરળતાથી આ 4 હમાલીઓની પુછપરછ થઇ શકે છે.

આરકેટીની ચોરી પ્રકરણ નવા સૂચનો કર્યા

– વેપારીઓ પોતાની દુકાન પર ડિજીટલ શટલ લોક લગાડે.
– વેપારીઓએ માર્કેટ ફ્લોર પર પ્રવેશ માટે જાળીવાળા શટલનો જ ઉપયોગ કરવો.
– વેપારીઓ નાઇટ વિઝનવાળા કેમેરા લગાડી તેના ફુટેજની નિયમિત ચકાસણી કરે.
– મેનેજમેન્ટમાં વેપારીઓ જોડાય
– સીસીટીવી ફુટેજને નેટના માધ્યમથી અન્ય વેપારીઓ જોઇ શકે તેવી વ્યવસ્થા ઊભી કરે.
– જરૂર પડ્યે માર્કેટ મેનેજમેન્ટની સાથો-સાથ એસોસિયેશન પ્રમુખ સાથે સલાહ સૂચન કરે.

આરકેટી માર્કેટમાંથી ચોરાયેલો માલ ફરી માર્કેટમાં વેચાવા આવતાં જ વેપારીઓએ ઓળખી કાઢ્યો

રીંગરોડની આરકેટી માર્કેટના ચોરી પ્રકરણમાં મંગળવારે નવો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે સવારે મેરઠથી આવેલા કાપડના ટ્રકમાં સુરતના આરકેટીમાંથી ચોરાયેલા 40 પાર્સલની ઓળખ આરકેટીના 4થી 5 વેપારીઓએ કરી લીધી છે. કુલ 16 લાખની કિંમતનો માલ હોવાનો અંદાજ લગાવાયો છે. આ માલની ઓળખ વેપારીઓએ પાર્સલ પર કરેલી પોતાની નિશાનીના આધારે થઇ છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments