Thursday, January 23, 2025
Homeસુરેન્દ્રનગર :સોલાર પંપ સિસ્ટમથી અગરિયાઓને વાર્ષક 2 લાખના ડિઝલની બચત થશે
Array

સુરેન્દ્રનગર :સોલાર પંપ સિસ્ટમથી અગરિયાઓને વાર્ષક 2 લાખના ડિઝલની બચત થશે

- Advertisement -

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠામાં મીઠુ પકવતા અગરીયાઓના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા સોલાર સીસ્ટમ યોજના બનાવી છે. જે અંતર્ગત 470 અગરીયાઓને રૂ.5.34 કરોડની સહાય થકી સોલાર પંપ અપાયા હતા. જેથી તેમના ડિઝલ ખર્ચ બચશે અને ડીઝલ એન્જીનના ધુમાડાથી છુટકારો મળતા અગરીયાઓનું સ્વાસ્થયને પણ લાભ થશે.

જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને કચ્છનાનાના રણમાં ઓક્ટોબર થી મે મહિના દરમિયાન રણમાં ઝુંપડાબાંધી અગરીયા પરીવારો ટાઠ તડકો વેઠી મીઠુ પકવવાનું કામ કરે છે. આ અગરીયાઓને મીઠુ પકવવા જમીનના તળમાંથી ખારૂ પાણી ખેંચી ક્યારામાં ઠાલવવુ પડે છે. આ માટે તેઓ ડિઝલ એન્જીન મશીનનો ઉપયોગ કરે છે જેનો વાર્ષિક અંદાજે 12 બેરલ ડિઝલની જરૂરીયાત મુંજબ 2 લાખ જેટલો ખર્ચ થાય છે. આમ મીઠાઉત્પાદન માટેન મોટાભાગની રકમ ડિઝલના વપરાસ પાછળ ખર્ચાઇ જતી અને એન્જીનના ધુમાડાથી વાયુપ્રદુષણથી અગરીયાના સ્વાસ્થયને નુકશાન થતુ હતું. આથી રાજ્ય સરકાર દ્વાર સોલારસીસ્ટમ યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ અંગે જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજર એસ.બી.પરેજીયાએ જણાવ્યુ કે આ યોજનામાં અગરીયા માટે સોલારપંપની ખરીદી ઉપર 80 ટકા સહાય અપાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠા ઉત્પાદન સાથે સંકળાયેલ 1700 પરીવારો આવેલા છે. જે પૈકી 470 લાભાર્થીઓને અરજી મંજુર કરતા 5.30 કરોડની સહાય ચુકવાઇ છે. આ અંગે નવાગામ ખારાઘોડાના અગરીયા પ્રહલાદભાઇ અને રમેશભાઇ કોળીએ જણાવ્યુ કે, ડિઝલના ખર્ચમાંથી મુક્તી મળતા તે રૂપીયાની બચત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular