સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રામાં જોડાયા સ્મૃતિ ઇરાની, પાર્થિવ દેહને આપી કાંધ

0
40

અમેઠીમાં ભાજપના કાર્યકર્તા અને અમૃતિ ઇરાનીના ખાસ નજીકના સુરેન્દ્રસિંહની હત્યાના મામલો જોર પકડી રહ્યો છે. સુરેન્દ્રસિંહના દીકરા અભયએ આરોપ લગાવ્યો છે કે વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમના પિતાની હત્યા કરાવી છે.

ત્યારે અમેઠીથી સાંસદ બનેલ સ્મૃતિ ઇરાની મૃતક સુરેન્દ્રસિંહના શોકમાં ડુબેલ પરિવારને મળવા માટે રવિવારે લખનૌ પહોંચી ગઇ છે. તેમણે અંતિમ યાત્રામાં સુરેન્દ્રસિંહના મૃતદેહને કાંધ પણ આપી.

આ ઘટના વિશે યૂપીના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે અમને ઘટનાના મહત્વના સબૂત મળ્યા છે. 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે આગામી 12 કલાકમાં કેસનો ઉકેલ આવી જશે. પીએસીની ત્રણ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કાયદા વ્યવસ્થાનો કોઇ મુદ્દો નથી.

તમને જણાવી દઇએ કે ઉત્તરપ્રદેશના અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના નજીકના પૂર્વપ્રધાન સુરેન્દ્રસિંહની શનિવાર મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

સુરેન્દ્રસિંહ રાત્રે પોતાના ઘરની બહાર ઉંઘી રહ્યા હતા, આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કરી દીધું. અમેઠીના એએસપી દયારામે જણાવ્યું કે જામો પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરૌલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here