સુશાંતની આત્મા સાથે વાત કરનારા સ્ટીવનો વીડિયો કેટલો સાચો? જાણો અંદરની ખબર

0
5
સ્ટીવે આ પહેલાં પણ ઘણા લોકોની આત્માઓ સાથે વાત કરવાનો દાવો કર્યો છે. જે લોકો અકાળે મૃત્યુ પામે છે તેમની આત્મા સાથે સ્ટિવ વાતો કરે છે.
સ્ટીવે આ પહેલાં પણ ઘણા લોકોની આત્માઓ સાથે વાત કરવાનો દાવો કર્યો છે. જે લોકો અકાળે મૃત્યુ પામે છે તેમની આત્મા સાથે સ્ટિવ વાતો કરે છે.

મુંબઈ: પેરાનોર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે થોડા દિવસ પહેલાં જ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સુશાંત સિંઘ રાજપૂતની આત્મા સાથે વાત કરતો હોવાનો દાવો કરે છે. સ્ટીવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

સ્ટીવ હફે સુશાંતની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો છે જે આશ્ચર્યજનક છે. ઘણી વસ્તુઓ એવી છે જે કાલ્પનિક છે, પરંતુ વૈજ્ઞાનિક યુગમાં તેનો અભ્યાસ જુદી જુદી રીતે કરવામાં આવી રહ્યો છે. પહેલા મંત્રોનો યુગ હતો, ત્યારબાદ તંત્રનો યુગ આવ્યો અને આજે યંત્રોનો યુગ છે. સ્ટીવે આત્મા સાથે વાતો કરવા માટે એક યંત્ર બનાવ્યું છે. અને તે તેનાંથી જ આત્મા સાથે વાત કરે છે. સ્ટીવ હફે છેલ્લા 10 વર્ષોથી તેના પર સંશોધન કર્યું છે.

સ્ટીવ હફે એક ઉપકરણ બનાવ્યું, જેના દ્વારા તે સુશાંત સિંહ રાજપૂતની આત્મા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જો કે આપણે એવું ન કહી શકીએ કે તે 100 ટકા સાચો છે, પરંતુ એક પાસુ એ પણ છે કે આવું થઈ રહ્યું છે અને ઘણા વૈજ્ઞાનિકો પહેલાથી જ આ દાવો કરી ચૂક્યા છે.

ભારતના ઘણા વૈજ્ઞાનિકો છે જે પેરાનોર્મલ ક્ષેત્રમાં સંશોધન કરતા રહે છે. તેથી આવી કોઈ શોધ આ દિશામાં પ્રેરણા આપી રહી છે. તેથી, આવનારા સમયમાં તે ખૂબ ઉપયોગી થશે કે આપણે આવી બાબતો કરી શકીએ જે અગાઉ કાલ્પનિક માનવામાં આવતી હતી.

સ્ટીવે આ પહેલાં પણ ઘણા લોકોની આત્માઓ સાથે વાત કરવાનો દાવો કર્યો છે. જે લોકો અકાળે મૃત્યુ પામે છે તેમની આત્મા સાથે સ્ટિવ વાતો કરે છે. સ્ટીવની યુટ્યુબ ચેનલના લગભગ 1.1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ પણ છે. સ્ટીવના જણાવ્યા અનુસાર ઘણા લોકોએ તેમને વિનંતી કરી કે, સુશાંતસિંહ રાજપૂતની આત્મા સાથે વાત કરે આ માટે તેમને મોટી સંખ્યામાં લોકોએ ઇમેઇલ પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here