સુશાંતે 1 મહિનામાં 50 વાર સિમ કાર્ડ કેમ બદલ્યા? શેખર સુમને કહ્યું- કેસ CBIને સોંપો

0
2
એક એક્ટર ત્યારે જ સિમ કાર્ડ બદલે છે જ્યારે તેને કોઈનો ડર હોય, કોઈ ધમકી આપી રહ્યું હોયઃ શેખર સુમન
એક એક્ટર ત્યારે જ સિમ કાર્ડ બદલે છે જ્યારે તેને કોઈનો ડર હોય, કોઈ ધમકી આપી રહ્યું હોયઃ શેખર સુમન
  • એક એક્ટર ત્યારે જ સિમ કાર્ડ બદલે છે જ્યારે તેને કોઈનો ડર હોય, કોઈ ધમકી આપી રહ્યું હોયઃ શેખર સુમન

મુંબઈઃ બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડ કેસ (Sushant Singh Rajput Suicide Case)ને ઉકેલવા માટે પોલીસ જ્યાં સતત લોકોની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ, અનેક સેલેબ્સ અને રાજનેતાઓ તરફથી આ મામલે CBI તપાસ (CBI investigation) કરવાની માંગ થઈ રહી છે.

હાલમાં જ એક્ટર શેખર સુમન (Shekhar Suman)એ સુશાંતસિંહ રાજપૂતના ઘરે જઈને તેમના પિતા સાથે વાતચીત કરી અને સરકારને આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી. તેઓએ ફરી એ વાતનો ઉલ્લેખ કર્યો કે એવું લાગી રહ્યું છે કે સુસાઇડ નથી પરંતુ હત્યાનો કેસ છે.

એક્ટર શેખર સુમને હાલમાં સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે જસ્ટિસ ફૉર સુશાંત (Justice for Sushant) ફોરમની શરૂઆત કરી છે. સુશાંતના પિતાને મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આ મુદ્દાઓને ઉઠાવ્યા, જે એવો ઈશારો કરી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે.

સુશાંતના ગળા પર નિશાન, તેની સુસાઇડ નોટ ન છોડવા સાથે શેખર સુમને સવાલ ઉઠાવ્યા કે તપાસનો વિષય છે કે અંતે એક મહિનામાં સુશાંતે 50 સિમ કાર્ડ કેમ બદલ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં શેખર સુમને કહ્યું કે, ઘરે કોઈ સુસાઇડ નોટ મળી નથી. જો સુસાઇડ નોટ હોત તો તે ઓપન એન્ડ શટ કેમ થઈ જાત. તે સમયે આ કેસ ખતમ થઈ જતો. સુસાઇડ નોટ નથી મળી એવામાં અનેક સવાલ સામે આવી રહ્યા છે.

તેઓએ સવાલ કર્યા કે એ વિચારવાની વાત છે કે જે યુવક રાત્રે પાર્ટી કરી રહ્યો હતો, તે સવારે ઉઠીને પ્લે સ્ટેશન પર હતો, જેને સવારે એક ગ્લાસ જ્યૂસ માંગ્યો, આવીને બેસે છે, તેના મનમાં અચાનક એવી કઈ વાત આવી કે તેણે કહ્યું કે ચાલો હવે ઊભા થઈને સુસાઇડ કરીએ છીએ.

શેખરે વધુમાં કહ્યું કે એવું કયું કારણ હશે કે સુશાંતે થોડાક મહિનાની અંદર 50 સિમ કાર્ડ બદલી દીધા હતા. એક એક્ટર ત્યારે જ સિમ કાર્ડ બદલે છે જ્યારે તેને કોઈનો ડર હોય છે. કે ખતરો લાગી રહ્યો હોય કે પછી તેને કોઈ ધમકી આપી રહ્યું હશે.બીજી તરફ, શેખરે સુશાંતના ગળાના નિશાન વિશે પણ વાત કરી.