સુશાંત સિંહ રાજપૂત અને જેકલીન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ‘ડ્રાઇવ’ની રિલીઝ ફરીવાર પાછળ ધકેલાઈ

0
60

બોલિવૂડ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત અને જેકલીન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ‘ડ્રાઇવ’ ગયા વર્ષે રિલીઝ થવાની હતી. ત્યારબાદ ફિલ્મની રિલીઝ પાછળ ધકેલાઈ અને મેકર્સે આ વર્ષની શરૂઆતમાં ફિલ્મની રિલીઝ ડેટ 28 જૂન, 2019 જાહેર કરી હતી. પરંતુ હવે લાગી રહ્યું છે કે, ફિલ્મ નિયત કરેલી રિલીઝ ડેટ પર પણ આ વખતે રિલીઝ નહીં થાય. ફિલ્મનાં પોસ્ટ પ્રોડક્શન વર્કમાં ઘણી વાર લાગી રહી છે માટે ફિલ્મની રિલીઝ પાછળ ધકેલાઈ રહી છે.

એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ મુજબ, ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ધાર્યા કરતાં વધુ સમય લઇ રહ્યું છે. આ ફિલ્મ એક્શન ફિલ્મ છે જેમાં ઘણા બધા રેસિંગ સીન્સ છે. જે રીતે હોલિવૂડ અને બોલિવૂડમાં એક્શન ફિલ્મના સ્ટાન્ડર્ડ ઉંચા થઇ ગયા છે તે સ્ટાન્ડર્ડ પર ફિલ્મને લાવવા માટે વિઝ્યુઅલ ટીમ વધુ સમય લઇ રહી છે.

‘ડ્રાઈવ’ ફિલ્મના ડિરેક્ટર તરુણ મનસુખાની છે અને કરણ જોહર ફિલ્મનો પ્રોડ્યૂસર છે. ‘દોસ્તાના’ ફિલ્મ બાદ 11 વર્ષ પછી તરુણ ફિલ્મ ડિરેક્શનમાં પાછા આવ્યા છે. મેકર્સ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરશે અને ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here