Monday, October 18, 2021
Homeસુષમાની રાહ પર જ એસ જયશંકર, ટ્વીટર પર મહિલાએ મદદ માગી તો...
Array

સુષમાની રાહ પર જ એસ જયશંકર, ટ્વીટર પર મહિલાએ મદદ માગી તો આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ દેશના નવા વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળતા જ એક્ટિવ થઈ ગયા છે અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના માર્ગે ડગ માંડી રહ્યાં છે. એક મહિલાએ ટ્વીટ કરી મદદ માગી હતી તો વિદેશ મંત્રીએ તાત્કાલિક મદદનું આશ્વાસન આપ્યું હતું. પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ટ્વિટર પર ઘણાં જ એક્ટિવ રહેતા અને મદદની માગ કરતા લોકોને તાત્કાલિક આશ્વાસન આપી સહાય કરતા હતા.

એસ જયશંકરે કાર્યભાર સંભાળ્યાં બાદ શનિવારે રિંકી નામની એક મહિલાએ વિદેશ મંત્રીને ટેગ કરતાં ટ્વીટ કર્યુ અને મદદ માગી હતી. જેમાં તેને લખ્યું હતું કે, “મારી દીકરી બે વર્ષની છે, હું તેને પરત મેળવવા માટે 6 મહિનાથી સંઘર્ષ કરું છું. તે અમેરિકામાં રહે છે અને હું ભારતમાં, મારી મદદ કરો. હું તમારા જવાબની રાહ જોઈશ.”

પાસપોર્ટ ખોવાતા મદદ માગીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે તાત્કાલિક જવાબ આપતાં લખ્યું કે, “અમેરિકામાં અમારા રાજદૂત પૂરી મદદ કરશે. તમે બધી જ જાણકારી તેમને આપો.” તો મહાલક્ષ્મી નામની એક મહિલાએ ટ્વિટરની મદદથી વિદેશ મંત્રી પાસે હેલ્પ માગી હતી. તેઓએ કહ્યું કે અમે પરિવારની સાથે જર્મની અને ઈટાલી ટ્રીપ પર છીએ, મારા પતિ અને પુત્રનો પાસપોર્ટ મારી બેગની સાથે ચોરી થઈ ગયો છે. અમારે 6 જૂને ભારત પરત ફરવાનું છે. કૃપ્યા અમારી મદદ કરો. આ ટ્વીટ પર પણ વિદેશ મંત્રીએ જવાબ આપ્યો હતો.

કુવૈતમાંથી પતિને પરત લાવવા ટ્વીટ કર્યુઃ આ ઉપરાંત અન્ય એક મહિલાએ પોતાના પતિને કુવૈતથી પરત બોલાવવા માટે ટ્વીટ કર્યુ તો જયશંકરે તાત્કાલિક જવાબ દેતાં કહ્યું કે કુવૈતમાં આપણાં રાજદૂત આ અંગે કામ કરી રહ્યાં છે. તેમના સંપર્કમાં રહો. નવા વિદેશ મંત્રી એસ જયશંકર પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની જેમ જ મદદની આશા રાખતા લોકોને ગંભીરતાથી સાંભળી તાત્કાલિક જવાબ આપે છે.

જયશંકરે કહ્યું હતું સુષમાના માર્ગે ચાલવું ગર્વની વાતઃ ટ્વિટર પરથી લોકોની મદદ કરવા માટે સુષમા સ્વરાજની ઘણી પ્રશંસા થઈ હતી. ત્યારે એસ જયશંકરે પણ વિદેશ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ ટ્વીટમાં સુષમા સ્વરાજના માર્ગે ચાલવાની જ વાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments