સૂરજ પંચોલી એક બોક્સરની બાયોપિકમાં કામ કરશે, ફિલ્મની તૈયારી શરૂ પણ કરી દીધી

0
41

બોલિવૂડ ડેસ્ક: આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીએ તેના કરિયરની ચોથી ફિલ્મ સાઈન કરી લીધી છે. હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને સૂરજ પંચોલી પણ આ ટ્રેન્ડમાં તેની આગામી ફિલ્મથી સામેલ થઇ ગયો છે. સૂરજ પંચોલીની આગામી ફિલ્મ એક બોક્સરની બાયોપિક છે. સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટીએ 2015માં ‘હીરો’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. સૂરજની આ વર્ષે ‘ટાઈમ ટુ ડાન્સ’ અને ‘સેટેલાઇટ શંકર’ એમ બે ફિલ્મ રિલીઝ થવાની છે.

ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઇ શકે છે અને સૂરજે ફિલ્મ માટેની તૈયારીઓ ઓલરેડી શરૂ કરી દીધી છે. સૂરજે ફિલ્મને લઈને જણાવ્યું કે, ‘આ બાયોપિક સ્પોર્ટ્સ લેજન્ડ પર છે માટે તેનો રોલ એ જ વ્યક્તિ કરી શકે જે 20થી 30 વર્ષ વચ્ચેની ઉંમરનો હોય. તે તેનાથી મોટી ઉંમરનો હોઈ શકે નહીં. મેં આ રોલ માટે ઓડિશન આપ્યું હતું. મેં તેમને ખૂબ આજીજી કરી કે તેઓ મને આ ફિલ્મનો હિસ્સો બનાવે કારણકે હું આ ફિલ્મની સ્ક્રિપ્ટનો ખૂબ ચાહક હતો. મને હંમેશાંથી બાયોપિક કરવી હતી અને ખાસ કરીને સ્પોર્ટ્સ પર અને આ ફિલ્મ બોક્સિંગ પર આધારિત છે. તેઓ મારી પાસે આવ્યા એ જાણ્યા વગર કે હું બોક્સિંગ કરી શકીશ કે નહીં પણ હું માનું છું કે, જે થવાનું હોય તે થઇને જ રહે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here