સૂર્ય સંક્રાંતિ:15 ડિસેમ્બરે ધન રાશિમાં સૂર્યના આવી જવાથી વાતાવરણમાં ફેરફાર થશે, દેશભરમાં ઠંડી વધી શકે છે

0
0

  • દેવગુરુ બૃહસ્પતિની રાશિમાં સૂર્યના આવી જવાથી એક મહિના સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં

15 ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જેને ધન સંક્રાંતિ કહેવામાં આવશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે ધન, દેવગુરુ બૃહસ્પતિની રાશિ છે. તેમાં સૂર્યના આવી જવાથી વાતાવરણમાં ફેરફાર થશે. જેનાથી દેશના થોડાં ભાગમાં વરસાદ થઇ શકે છે. જેનાથી ઠંડક પણ વધી શકે છે. આ રાશિમાં સૂર્ય 15 જાન્યુઆરી સુધી રહેશે.

પં. મિશ્ર જણાવે છે કે, 16 ડિસેમ્બર બુધવારે સવારે લગભગ 4 વાગ્યે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી નાના એટલે નીચલાં સ્તરે કામ કરનાર લોકો માટે સમય સારો રહેશે. વસ્તુઓની કિંમત સામાન્ય રહેશે. દેશના લોકોમાં કોઇ પ્રકારનો ભય અને ચિંતા પણ રહેશે. લોકો ઉધરસ અને ઠંડીથી પીડિત રહી શકે છે. થોડાં દેશોની વચ્ચે તણાવ વધી શકે છે અને સંઘર્ષ જેવી સ્થિતિ પણ બની શકે છે.

વર્ષમાં 2 વર્ષ સૂર્ય બૃહસ્પતિની રાશિમાં આવે છેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે સૂર્ય વર્ષમાં બે વાર બૃહસ્પતિની રાશિઓમાં એક મહિના માટે આવે છે. તેમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ધન અને 15 માર્ચથી 15 એપ્રિલ સુધી મીન રાશિમાં રહે છે. એટલે આ 2 મહિનાઓમાં જ્યારે સૂર્ય અને બૃહસ્પતિનો સંયોગ બને છે તો કોઇપણ પ્રકારના માંગલિક કામ થઇ શકતાં નથી.

15 ડિસેમ્બરથી ખરમાસ, 1 મહિના સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીંઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે 15 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઇ રહ્યો છે. ખરમાસ શરૂ થતાં જ માંગલિક કાર્યો એકવાર ફરી બંધ થઇ જશે. એક મહિના સુધી કોઇપણ માંગલિક કાર્યો થઇ શકશે નહીં. ખરમાસનો સમયગાળો 14 જાન્યુઆરીએ પૂર્ણ થશે. તે પછી માંગલિક કામ શરૂ થશે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ખરમાસમાં બધા પ્રકારના શુભ કામ જેમ કે, લગ્ન, મુંડન, સગાઈ, ગૃહપ્રવેશ સાથે જ વ્રતની શરૂઆત વર્જિત હોય છે. સૂર્યદેવ એક રાશિમાં એક મહિના સુધી રહે છે. તે પછી તેઓ રાશિ પરિવર્તન કરે છે જેને સક્રાંતિ કહેવામાં આવે છે. જે પણ રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે તે રાશિના નામથી સંક્રાંતિ ઓળખવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે. મીન સંક્રાંતિ થાય ત્યારે પણ ખરમાસ શરૂ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here