Saturday, September 25, 2021
Homeસેકેન્ડરી માર્કેટ : બમ્પર લિસ્ટિંગ કરાવતા રોકાણકારો આઈપીઓ તરફ વધુ આકર્ષાયા
Array

સેકેન્ડરી માર્કેટ : બમ્પર લિસ્ટિંગ કરાવતા રોકાણકારો આઈપીઓ તરફ વધુ આકર્ષાયા

સેકેન્ડરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ ટ્રેન્ડ વચ્ચે પણ ઝોમેટો, ક્લિન સાયન્સ, જીઆર ઈન્ફ્રાએ બમ્પર લિસ્ટિંગ કરાવતા રોકાણકારો આઈપીઓ તરફ વધુ આકર્ષાયા છે. આગામી બે સપ્તાહમાં કુલ રૂ. 8969.6 કરોડના છ આઈપીઓ યોજાવા જઈ રહ્યા છે. જેના ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 100થી 1000 સુધી બોલાઈ રહ્યા છે.

ગ્રે માર્કેટમાં 29 જુલાઈએ લિસ્ટિંગ કરાવવા જઈ રહેલા તત્વચિંતન ફાર્મા કેમ લિ.માં હાલ રૂ. 1050 તેમજ 28 જુલાઈએ શરૂ થઈ રહેલા રોલેક્સ રિંગ્સ આઈપીઓમાં રૂ. 530-550 આસપાસ પ્રિમિયમ રહ્યા છે. આજથી શરૂ થયેલા ગ્લેનમાર્ક લાઈફ સાયન્સમાં રૂ. 150-200 સુધી ગ્રે પ્રિમિયમ છૂટી રહ્યુ છે. ગ્લેનમાર્કનો રૂ. 1513.6 કરોડનો આઈપીઓ: 27થી 29 જુલાઈ સુધી યોજાશે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 695-720 અને માર્કેટ લોટ 20 શેર્સ છે. મહત્તમ 260 શેર્સ માટે એપ્લિકેશન થઈ શકશે.

ટોચની એપીઆઈ મેન્યુફેક્ચરર ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનો આઈપીઓ ઓવર સબ્સ્ક્રાઈબ થવાની શક્યતા બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. જેના પીઅર ગ્રુપની લૌરસ લેબ, આરતી ડ્રગ્સ, સોલારા એપીએસ 27.16 અને ડીવીસ લેબ કંપની લિસ્ટેડ છે. પીઈ રેશિયો 37.21, 25.65, 27.16 અને 65.02 છે.

ઈન્વેસ્ટર પોઈન્ટના જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, ફાર્માસ્યુટીકલ સેક્ટર હાલ હોટ ફેવરિટ છે. સેગમેન્ટની 2થી3 કંપનીઓએ ઉંચા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યુ છે. ગ્લેનમાર્કનું લિસ્ટિંગ 25 ટકા પ્રિમિયમે થવાની સંભાવના છે.

તત્વચિંતન આઈપીઓ: 365 એપ્લિકેશન દીઠ 16માં એલોટમેન્ટ
તત્વચિંતન ફાર્માના 500 કરોડના આઈપીઓ ઈશ્યૂનો એલોટમેન્ટ રેશિયો 16:365 રહ્યુ છે. કંપની 29 જુલાઈના રોજ મેઈન બોર્ડમાં લિસ્ટિંગ કરાવશે. આઈપીઓનો રિટેલ પોર્શન 35.35 ગણો ભરાયો હતો.

વધુ છ IPOને સેબીની મંજૂરી
કાર ટ્રેડ, અમી ઓર્ગેનિક્સ, ક્રિશ્ના ડાયગ્નોસ્ટિક્સ, સુપ્રિયા લાઈફ સાયન્સ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ, એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઈ.ને IPO મંજૂરી આપી છે. એપ્ટસ રૂ. 3000 કરોડ, કાર ટ્રેડ 2000, સુપ્રિયા લાઈફ 1200 કરોડ એકત્ર કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments