સેક્સ સીડી બનાવી દમણના અધિકારી પાસે 25 લાખ પડાવાયા, ભાનુશાળી હત્યાકાંડમાં સંડોવાયેલી મહિલાનું પરાક્રમ?

0
1865

સુરતઃ દમણ બાંધકામ વિભાગના એક અધિકારીની સેક્સ સીડીની ક્લિપિંગ્સ ફરતી થઇ છે. માત્ર 21 સેકન્ડની આ વીડિયોમાં અધિકારી દેખાઇ રહ્યો છે જ્યારે સામેની વ્યક્તિ દેખાતી નથી. અધિકારીને ફસાવીને માત્ર 25 લાખ પડાવવાના ઇરાદે આ વીડિયો બનાવાયો હોવાનું જાણવા મળે છે. હાલમાં ગુજરાતના ચકચારિત ભાનુશાળી હત્યા કેસમાં જેમની સંડોવણી છે એ મહિલા અને આણી મંડળીએ જ આ પરાક્રમ કર્યું હોવાની માહિતી મળી રહી છે. અલબત હાલમાં ચર્ચા બજાર ફરી ગરમાયું છે.

સમગ્ર વલસાડ અને સંઘપ્રદેશ દમણમાં ચર્ચાનો વિષય બન્યો

સંઘપ્રદેશ દમણના બાંધકામ વિભાગના એક અધિકારીની સેક્સ સીડીની ક્લિપિંગ્સ હાલ  સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે. માત્ર 21 સેકન્ડની આ ક્લિપિંગમાં અધિકારીનો ચહેરો  સ્પષ્ટ  દેખાઇ રહ્યો છે પરંતુ સામેની  વ્યક્તિ જોવા મળી ન હતી.  અધિકારીની સેક્સ સીડીની ક્લિપિંગ્સ જોતા એવું લાગી રહ્યું છે કે, કોઇક પ્રોફેશનલ ગેંગ દ્વારા અધિકારીને બ્લેક મેઇલ કરવાના ઇરાદે ફસાવીને તેમની સીડી ઉતારી દેવામાં  આવી હોય. હાલ આ સીડીની ક્લિપિંગ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હોવાથી  સમગ્ર વલસાડ અને સંઘપ્રદેશ દમણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવવાની શક્યતા

મોટા માથાને ફસાવીને સેક્સ સીડી બનાવીને બ્લેક મેઇલ કરવામાં  માસ્તર માઇન્ડ એવી અને હાલમાં ગુજરાતમાં ચકચારિત રાજકીય નેતા જયંતી ભાનુંશાળીની હત્યામાં સંડોવણી થયેલી મનિષા ગો સ્વામી અને તેમની મંડળીએ દમણના અધિકારીની સીડી બનાવી હોવાની હાલ ચર્ચા ચાલી રહી  છે. દમણ પોલીસ આ કેસમાં જરૂરી ફરિયાદ લઇને તપાસ હાથ ધરે તો સત્ય હકીકત બહાર આવી શકે એમ છે.

અન્ય અધિકારીઓની પણ સિડી બનાવી રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચા

દમણના અધિકારીની ફરતી થયેલી સેક્સ સિડી અંગે અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ એ સફળ રહ્યો ન હતો. દમણ પોલીસ આ કેસમાં જો તપાસ હાથ ધરે તો અનેક રહસ્ય બહાર આવી શકે એમ છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા સંભળાઈ રહી છે કે, દમણના અન્ય અધિકારીઓને પણ ફસાવીને તેમની કામલીલાની સિડી બનાવીને મોટી રકમ પડાવાઈ હતી.

લાંબા સમય પછી ભોપાળું કેવી રીતે ખૂલ્યું?

સેક્સ ક્લિપિંગ જોતા એ ઘણી જુની હોય એવું જણાય રહ્યું છે. ક્લિપ બનાવી લીધા બાદ અધિકારીને સીડી ફરતી કરી દેવાની ધમકી આપીને 25  લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે, એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે, સીડી પેટે 25 લાખ ચુકવી દીધા બાદ અધિકારી પણ નિચ્ચિંત થઇ ગયો હતો. જોકે, આટલા લાંબા સમય પછી આ ભોપાળું હાલમાં કેવી રીતે બહાર આવ્યું એ પણ સવાલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here