Friday, December 3, 2021
Homeસેનાએ કર્યો મોટો ખૂલાસો, ખૂદ નાપાક પાકે જ આંતકવાદીને RDX આપીને ભારત...
Array

સેનાએ કર્યો મોટો ખૂલાસો, ખૂદ નાપાક પાકે જ આંતકવાદીને RDX આપીને ભારત પર હુમલો કરાવ્યો

અગાઉ જાણકારી મળી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર હુમલા દરમિયાન આરડીએક્સ ઉપયોગમાં લેવાયો હતો. હુમલામાં ઉપયોગમાં લેવાતો ઝડપી ક્ષમતા ઘરાવતો આરડીએક્સ માત્ર સંરક્ષણ દળો પાસેથી જ આવી શકે છે.

ફોરેન્સિક નિષ્ણાતોએ જાહેર કર્યું છે કે આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાએ આ શક્તિશાળી આરડીએક્સ આપ્યાં હતા. નોંધપાત્ર રીતે પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. તપાસમાં જણાવાયું છે કે જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા પીથુ બેગથી આરડીએક્સ ભારતની અંદર લઈ જવામાં આવતો હતો.

આ હુમલાને અંજામ આપવા માટે છ આતંકવાદીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ હુમલો કરવા માટે મોટું કાવતરું કર્યું હતું. હુમલાને અંજામ આપવા માટે વપરાતા વાહનની ચેકલિસ્ટ નંબરને દૂર કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસે હજુ પણ 20 કિલો આરડીએક્સ છે. જેના દ્વારા તે ક્યારેય પણ ભારતમાં હુમલો કરી શકે છે.

આજે જ બીકાનેરમાંથી બધા પાકિસ્તાનને કાઢી નાખવા માટે આદેશ આપયો છે

પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને બીકાનેર જિલ્લાના કલેકટર કુમારપાલ ગૌતમએ બીકાનેર જીલ્લામાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર જિલ્લો છોડી જવા કહ્યું છે. જીલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જીલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે, જેના આધારે જો કોઈ પાકિસ્તાની નાગરિક જિલ્લાની સિમા મર્યાદામાં હાજર હોય તો તેને પોતે જ જિલ્લામાંથી બહાર જવું પડશે. આ પછી તેમની વિરુદ્ધ કડક પગલાં લઈને ધક્કા મારીને જિલ્લામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બીકાનેરમાં પાકિસ્તાની માણસોનો આકડો 111,278 છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments