સેનાએ કહ્યું ‘ધીસ ઈઝ ધ જોશ’ એક ધમાકો કરીને આંતકવાદીની આખી બિલ્ડીંગ જ ઉડાવી દીધી

0
94

રવિવારની મધ્યરાત્રિએ દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના પિંગલિન વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ દરમિયાન એક મેજર સહિતના 4 જવાનો શહીદ થયા હતા, અને એક જવાન ઘાયલ થયો હતો. અહેવાલો અનુસાર આ ઘેરામાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને સેનાએ તેમની બિલ્ડીંગને જ ઉડાવી દીધી છે. આખા વિસ્તારને ઘેરી લઈને કામને અંજામ આપવામા આવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં 45 જવાન શહીદ થયા છે. ત્યારે આજે પણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જૈશના કમાન્ડર કામરાન અને રશીદને ઠાર કર્યા છે. સેનાએ એક ઈમારતમાં વિસ્ફોટ કરી બન્ને માસ્ટર માઈન્ડને ઠાર કર્યા છે. આ આદિલ ડારના સહયોગી હતા.

જ્યારે અથડામણમાં મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. જેઓ 55મી રાષ્ટ્રીય રાઇફલના જવાન હતા. અથડામણમાં શહીદ થયેલા જવાનમાં મેજર ડીએસ ડોડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાહી અજય કુમાર અને હરિ સિંહનો સમાવેશ થાય છે.

સેનાએ જૈશ-એ- મોહમ્મદના બેથી ત્રણ આતંકીઓ ઘેર્યા હતા. જેમા જૈશનો ટોપ કમાન્ડર કામરાન અને રાશિદને ઘેરવામાં આવ્યો હતો. આ અથડામણ વહેલી સવારે પિંગલિ વિસ્તારમાં અથડામણ થઈ હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે. અથડામણમાં સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે મોરચો સંભાળ્યો અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here