Wednesday, December 8, 2021
Homeસેનાના જવાનની એક થપ્પડ પડી ને જૈશનો વડો મસૂદ પોપટની જેમ બોલવા...
Array

સેનાના જવાનની એક થપ્પડ પડી ને જૈશનો વડો મસૂદ પોપટની જેમ બોલવા માંડ્યો

નવી દિલ્હી: પુલવામા હુમલાનું કાવતરું ઘડનારા મૌલાના મસૂદ અઝહર આજે ભલે ભારતની પકડથી દૂર હોય પરંતુ એક સમયે તે ભારતીય પોલીસની અટકાયતમાં હતો. આ દરમિયાન એકવાર મસૂદની પૂછપરછ કરાઈ રહી હતી ત્યારે સેનાના જવાનની એક થપ્પડમાં તે ઊંધા માથે પડી ગયો હતો. આ એક જ થપ્પડમાં મસૂદે પોપટની જેમ આતંકી ગતિવિધિની ઘણી બધી માહિતી આપી દીધી હતી.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ફેબ્રુઆરી 1994માં મસૂદની ધરપકડ કરાઈ હતી. એ વખતે મસૂદ પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે વાયા બાંગ્લાદેશ ભારતમાં ઘૂસ્યો હતો. સિક્કિમ પોલીસના ડિરેક્ટર જનરલ અવિનાશ મોહનાનેએ આ માહિતી આપતા કહ્યું હતું કે એક થપ્પડમાં ધ્રૂજી જતા મસૂદને કસ્ટડીમાં હેન્ડલ કરવો ખૂબ સરળ છે. આ ગાળામાં 1985ની બેચના આઈપીએસ અધિકારી મોહનાને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કાશ્મીર ડેસ્ક સંભાળી રહ્યા હતા. મોહનાનેએ કહ્યું હતું કે એક ઝાપટ પછી મસૂદે પાકિસ્તાનમાં આતંકીઓની ભરતી પ્રક્રિયાથી માંડીને આતંકી સંગઠનોની કામ કરવાની પ્રક્રિયા સહિત ઘણી માહિતી આપી હતી.
એ સમયે ભારતીય ગુપ્તચર તંત્ર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા શરૂ કરાયેલા પ્રોક્સી વૉરને સમજવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કોટ બલવાલ જેલમાં મેં અનેકવાર મસૂદની પૂછપરછ કરી હતી. એ એક ઝાપટ પછી અમારે બળપ્રયોગ કરવાની જરૂર જ નહોતી પડી. મસૂદે કાશ્મીર ખીણમાં મોકલાતા અફઘાની આતંકીઓ, હરકત-ઉલ-મુજાહિદ્દિન અને હરકત-ઉલ-જેહાદ-એ-ઈસ્લામી નામના સંગઠનો હરકત ઉલ અન્સારમાં ભેળવી દીધાની માહિતી પણ આપી હતી.
મસૂદ કરાચીથી પ્રકાશિત થતાં ‘સદા-એ-મુજાહિદ’ નામના ચોપાનિયામાં પત્રકાર હતો. આ દરમિયાન 1993માં મસૂદે આઈએસઆઈની મદદથી તેના જેવા કેટલાક કટ્ટરવાદી પત્રકારો સાથે વિવિધ દેશોનો પ્રવાસ કર્યો હતો, જેનો હેતુ કાશ્મીર મુદ્દો હતો. ત્યાર પછી મસૂદ ભારત આવ્યો ત્યારે ઝડપાઈ ગયો હતો.
ઈન્ટેલિજન્સ બ્યુરોમાં બે દાયકા સુધી ફરજ બજાવી ચૂકેલા મોહનાનેએ ઘણી વાર મસૂદની પૂછપરછ કરી હતી. 1999માં ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી-814ના અપહરણ વખતે તત્કાલીન ભાજપ સરકારે મુસાફરોના બદલામાં મસૂદને મુક્ત કરવો પડ્યો હતો. એ પછી મસૂદે જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી. આ સંગઠન હેઠળ મસૂદ ભારતની સંસદ, પઠાણકોટના વાયુસેના એરબેઝ, ઉરી અને છેલ્લે પુલવામામાં ઘાતક હુમલા કરાવી ચૂક્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments