Wednesday, December 8, 2021
Homeસેનાની સફળતા, બારામૂલાને રાજ્યનો પહેલો આતંકીરહિત જિલ્લો જાહેર કરાયો
Array

સેનાની સફળતા, બારામૂલાને રાજ્યનો પહેલો આતંકીરહિત જિલ્લો જાહેર કરાયો

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બારામૂલાને રાજ્યનું પહેલું આતંકી રહિત જિલ્લો જાહેર કર્યો છે. બુધવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

સેનાએ લોકોનો આભાર માન્યો

  • પોલીસ પ્રવક્તાએ કહ્યું, “બારામૂલામાં હવે એક પણ આતંકી જીવીત નથી બચ્યો. તે માટે અમે સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કેમકે તેમના સહયોગ વગર આવું વાતાવરણ ઊભું કરવું શક્ય ન હતું.”
  • જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહ પણ અભિનંદન પાઠવ્યાં. તેઓએ કહ્યું કે કાશ્મીરને શાંતિની જરૂર છે કે જેથી ત્યાંના લોકોના સારા ભવિષ્ય અંગે વિચારી શકાય.
  • બુધવારે સિક્યોરિટી ફોર્સે શહેરથી થોડે દૂર બિન્નેર વિસ્તારમાં ત્રણ આતંકીઓ છુપાયાં હોવાની સુચના મળી હતી. જે બાદ ત્રણેયને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં હતા. ત્રણેયની ઓળખ સુહૈબ ફારૂક અખૂન, મોહસિન મુશ્તાક અને નાસિર અહમદ દર્જી તરીકે થઈ છે. ત્રણેય આતંકી લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલાં હતા.
  • પોલીસે જણાવ્યા મુજબ- ત્રણેય આતંકી બારામૂલ અને સોપોરમાં અનેક ઘટનાઓમાં સામેલ હતા. ગત વર્ષે એપ્રિલમાં આ લોકોએ ત્રણ યુવકોની હત્યા કરી હતી. તેમનો એક સાથે એઝાઝ અહમદ ગોઝરી પહેલાં જ પકડાય ગયો હતો.
  • ગત 4 વર્ષોમાં સિક્યોરિટી ફોર્સે 2018માં સૌથી વધુ 257 આતંકીઓ ઠાર કર્યાં. એજન્સીના જણાવ્યા મુજબ સુરક્ષાદળોએ 2017માં 213, 2016માં 150 અને 2015માં 108 આતંકીઓ ઠાર કર્યાં હતા. 2018માં સેનાએ 142 આતંકીઓને 31 ઓગસ્ટ સુધી ઠાર કર્યા હતા. ઓગસ્ટ 2018માં સૌથી વધુ 25 આતંકીઓને મારવામાં સફળતા મળી હતી.
  • ન્યૂઝ એજન્સીએ એક અધિકારીઓ હવાલો આપતાં કહ્યું કે ઘાટીમાં  હજુ પણ 300થી વધુ આતંકીઓ સક્રિય છે. તેમની હાજરી સૌથી વધુ દક્ષિણ કાશ્મીરમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા મુજબ આ લોકો યુવાનોને પોતાને સાથે જોડવાનો પ્રયાસ કરે છે. અધિકારીઓનું કહેવું છે કે AK-47 આતંકીઓનું સૌથી પસંદગીનું હથિયાર છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments