સેના-ISI રાજનીતિથી દૂર રહે, કાયદા હેઠળ કામ કરેઃ PAK સુપ્રીમ કોર્ટનું સુચન

0
24

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બુધવારે સૈન્યને સુચન કર્યુ હતું કે, તે રાજનીતિથી દૂર રહે. કોર્ટે ISI જેવી એન્જસીઓને કાયદા હેઠળ રહીને કામ કરવાનું કહ્યું. કોર્ટે સરકારને પણ કહ્યું કે, તે એવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરે જે નફરત, ઉગ્રવાદ અને આતંકવાદ ફેલાવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટની બે સભ્યની બેન્ચે 2017માં ફૈઝાબાદમાં તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP) અને અન્ય સંગઠનોના ધરણા મામલે નિર્ણય આપતા સુચન કર્યુ હતું. જસ્ટીસ કાઝી ફાએઝ ઇસા અને જસ્ટિસ મુશીર આલમની બેન્ચે કહ્યું કે, અમે કેન્દ્ર અને રાજ્ય સરકારનો નિર્દેશ આપીએ છીએ કે, તમે ઘૃણા, ઉગ્રવાદ અને આતંકવાદની વકીલાત કરનારાઓ પર કાયદાના હિસાબથી નજર રાખો.

બેન્ચે નિર્દેશ આપ્યા કે તમામ સરકારી એન્જસીઓ અને વિભાગ, સેના દ્વારા સંચાલિત એન્જસીઓ જેવી કે આઇએસઆઇ કાયદા હેઠળ રહીને કામ કરે. સેના રાજકીય ગતિવિધિઓમાં ભાગ ના લે અને ના તો કોઇ પાર્ટી, સમારંભ અથવા નેતાનું સમર્થન કરે. રક્ષા મંત્રાલય, સૈન્ય, વાયુ સેના, નેવીના ચીફ સરકારની મદદથી એવા લોકો વિરૂદ્ધ એક્શન લે, જે પોતાની શપથનું ઉલ્લંઘન કરતા જોવા મળે.

એવા ફતવાઓ પણ ગેરકાયદે જાહેર કરવામાં આવે, જે બીજાને નુકસાન પહોંચાડતા હોય. કોઇ વ્યક્તિ દ્વારા જાહેર કરેલા ફતવા-ફરમાન કોઇ વ્યક્તિને નુકસાન પહોંચાડતા હોય અથવા કોઇને એવા રસ્તે મોકલતા હોય તો તેના પર પાકિસ્તાનના કાયદા, કાઉન્ટર ટેરરિઝમ કાયદો, ઇલેક્ટ્રોનિક ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here