સેમસંગે ભારતમાં વાયરલેસ ચાર્જર અને પાવરબેન્ક લોન્ચ કર્યા

0
62

ગેજેટ ડેસ્ક. સેમસંગે ભારતમાં વાયરલેસ ચાર્જર અને વાયરલેસ પાવર બેન્ક લોન્ચ કર્યા છે. આ વાયરલેસ પાવરબેન્ક 10,000mAhની છે. વાયરલેસ ચાર્જરની વાત કરીએ તો તે Duo Pad છે. તેનાથી એકસાથે અલગ અલગ ડિવાઈસ ચાર્જ કરી શકાશે.

સેમસંગનાં બંને ચાર્જર્સ Qi સર્ટિફાઇડ છે, જેનો અર્થ છે કે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટવાળા મોટા ભાગના સ્માર્ટફોન તેને ચાર્જ કરી શકે છે. ઉદાહરણ તરીકે Wireless Charger Duo પૅડ પર Galaxy S10 સાથે iPhone X પણ ચાર્જ કરી શકાશે. આ બંને સ્માર્ટફોન એક સાથે ચાર્જ કરી શકાશે.

આ બંનેની કિંમત અંગે વાત કરવામાં આવે તો 10,000mAhની પાવર બેંક 3,699 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ વાયરલેસ પાવર બેંક સિલ્વરટચ અને પિંક કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ થશે. વાયરલેસ ચાર્જર ડ્યૂઓ પૅડની કિંમત રૂપિયા 5,999 રાખવામાં આવી છે. તે બ્લેક એન્ડ વ્હાઈટ કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ હશે.

આ બંને સેમસંગ ચાર્જર ઈ-કોમર્સ સ્ટોર એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આ સિવાય સેમસંગની ઇ-શોપ અને સેમસંગ ઓપ્રાહ હાઉસથી ખરીદી શકાશે. ખાસ બાબત એ છે કે, આ ચાર્જર એડપ્ટીવ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે એટલે કે ફોનને ઝડપી ચાર્જ કરી શકે છે. વાયરલેસ ચાર્જિંગ ફાસ્ટ થવું યુઝર્સ માટે પણ સારું કહેવાય.

આ વાયરલેસ ચાર્જરથી સાથે Galaxy Note સિરીઝ અને Galaxy S સિરીઝ સહિત Galaxy Bud, Galaxy Watch અને Qi સર્ટિફાઈડ ડિવાઈસ ચાર્જ કરી શકાશે. Wireless Charger Duaમાં ફાસ્ટ ચાર્જિંગ 2.0 સપોર્ટ છે. કંપનીએ દાવો કર્યો છે કે, ગેલેક્સી એસ 10 જૂના વર્ઝન કરતાં 30 મિનિટ ઝડપથી ચાર્જ કરી શકાશે.

સેમસંગ મોબાઇલ બિઝનેશ-ભારતના ડિરેક્ટર આદિત્ય બબ્બરે જણાવ્યું હતું કે,’નવા વાયરલેસ ચાર્જિંગ ડિવાઇસમાં શ્રેષ્ઠ ટેક્નોલૉજીમાં અને શ્રેષ્ઠ ડિઝાઇન આપવામાં આવી છે. ચાર્જિંગ પેડ એટલું મોટું છે કે તે એકસાથે બે ઉપકરણોને ચાર્જ કરી શકે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here