Thursday, October 28, 2021
Homeસેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ લિસ્ટમાં સલમાન, શાહરુખને પછાડી અક્ષય કુમાર 100 કરોડ વેલ્યુ સાથે...
Array

સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ લિસ્ટમાં સલમાન, શાહરુખને પછાડી અક્ષય કુમાર 100 કરોડ વેલ્યુ સાથે પહેલા નંબરે

બોલિવૂડ ડેસ્ક: એડવર્ટાઇઝિંગ કંપની ‘GroupM’ના એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટસ વિભાગ ‘ESP Properties’ દ્વારા Showbiz રિપોર્ટબીજી એડિશન બહાર પડી છે. તેમાં 2018માં ટોપ 10 સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટની વેલ્યુ 2017 કરતાં 20% વધી છે જેની વેલ્યુ 605 કરોડ રૂપિયા છે. પરંતુ ઓવરઓલ એડવર્ટિઝમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટનું ફાળો 2017ની સરખામણીએ 2018માં 64%થી ઘટીને 61% થઇ ગયો છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટની વેલ્યુ 2017માં 795 કરોડ રૂપિયાથી વધીને 2018માં 995 કરોડ રૂપિયા થઇ ગઈ છે.

આ પરથી સાબિત થાય છે કે, બ્રાન્ડ અને કસ્ટમર્સ ‘A લિસ્ટર્સ સ્ટાર્સ’ અને ‘ખાન ઇન્ફ્લુઅન્સ’ સિવાય બીજા એક્ટર્સને પણ આવકારી રહ્યા છે. 2018ના ટોપ 10 સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ વેલ્યુ લિસ્ટમાં અક્ષય કુમાર 100 કરોડની વેલ્યુ સાથે પહેલા નંબરે છે, જ્યારે આલિયા ભટ્ટ શાહરુખને પછાડી પાંચમાં નંબરે પહોંચી ગઈ છે. અત્યારનાં સ્ટાર્સ જેવા કે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વરુણ ધવન વગેરેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વેલ્યુ વધી છે. ઉપરાંત બ્રાન્ડ્સ વિરુષ્કા, દિપવીર જેવા પાવર કપલને લઈને પણ જાહેરાત કરી રહી છે.

ટોપ 10 સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ વેલ્યુ લિસ્ટ

1. અક્ષય કુમાર 100 કરોડ રૂપિયા
2. રણવીર સિંહ 84 કરોડ રૂપિયા
3. દીપિકા પાદુકોણ 75 કરોડ રૂપિયા
4. અમિતાભ બચ્ચન 72 કરોડ રૂપિયા
5. આલિયા ભટ્ટ 68 કરોડ રૂપિયા
6. શાહરુખ ખાન 56 કરોડ રૂપિયા
7. વરુણ ધવન 48 કરોડ રૂપિયા
8. સલમાન ખાન 40 કરોડ રૂપિયા
9. કરિના કપૂર 32 કરોડ રૂપિયા
10. કેટરીના કૈફ 30 કરોડ રૂપિયા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments