સેલેબ લાઈફ / અમેરિકામાં રીષિ કપૂર પરિવાર સાથે ડિનર લેતા જોવા મળ્યાં, પહેલાં કરતાં ફિટ લાગ્યા

0
18

  • CN24NEWS-14/06/2019

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીષિ કપૂરે ટ્વિટર પર પત્ની નીતુ સિંહ, દીકરી રિદ્ધિમા તથા લેખિકા રશ્મિ ઉદય સિંહ સાથે ડિનર લીધું હતું. આ વીડિયોમાં રીષિ કપૂરની તબિયત પહેલાં કરતાં ઘણી જ સારી દેખાય છે. આટલું જ નહીં તેઓ ઘણાં જ ફિટ દેખાય છે.

ડિનર પર જોવા મળ્યાં
લેખિકા રશ્મિ ઉદય સિંહે ઈન્સ્ટાગ્રામમાં આ ડિનરની તસવીરો શૅર કરી હતી. રશ્મિએ ટ્વિટર પર રીષિનો એક વીડિયો પણ શૅર કર્યો હતો. રીષિએ આ વીડિયો રી-ટ્વીટ કર્યો હતો.

એપ્રિલમાં કેન્સર ફ્રી થયા
રીષિ કપૂરના ફ્રેન્ડ રાહુલ રવૈલે આ વર્ષે એપ્રિલ મહિનામાં ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે રીષિ કપૂર હવે કેન્સર ફ્રી છે. ત્યારબાદ રીષિ કપૂરે કહ્યું હતું કે તેઓ છેલ્લાં આઠ મહિનાથી કેન્સરની સારવાર લઈ રહ્યાં છે. હજી બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ બાકી હોવાથી તેઓ અમેરિકામાં રોકાશે. રીષિ કપૂરે થોડાં સમય પહેલાં જ ટ્વીટ કરી હતી કે તેઓ હવે ક્યારે ઘરે આવી શકશે. ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર, 2018ના રોજ રીષિ કપૂર પત્ની નીતુ તથા દીકરા રણબીર સાથે યુએસ ગયા હતાં. આ સમયે રીષિએ ટ્વીટ કરી હતી કે તેઓ બીમારીની સારવાર માટે અમેરિકા જાય છે. જોકે, તે સમયે રીષિએ કઈ બીમારી છે, તે વાત કરી નહોતી. પહેલી ઓક્ટોબરના રોજ રીષિ કપૂરની માતા કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષે નિધન થયું હતું. જોકે, અંતિમ સંસ્કારમાં રીષિ-નીતુ કે રણબીરમાંથી કોઈ આવ્યું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here