સૈફ અલી ખાન ફિલ્મ ‘જવાની જાનેમન’નો પ્રોડ્યૂસર, છતાં દીકરી સારા અલી ખાનને ફિલ્મમાં સામેલ ન કરી

0
0

સૈફ અલી ખાન ‘જવાની જાનેમન’ ફિલ્મમાં કામ કરવાનો છે. આ ફિલ્મને સૈફ અલી ખાન તેના પ્રોડક્શન હાઉસ ‘બ્લેક નાઈટ ફિલ્મ્સ’ હેઠળ કો-પ્રોડ્યૂસ કરી રહ્યો છે. અગાઉ એવી ચર્ચાઓ થઇ રહી હતી કે, આ ફિલ્મ માં સારા અલી ખાન ફિલ્મમાં સૈફની દીકરીના રોલમાં જોવા મળશે. જોકે સૈફ અલી ખાને સારા અલી ખાન આ ફિલ્મનો હિસ્સો નથી કહીને આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાવી દીધું છે. સૈફે જણાવ્યું કે, ‘જવાની જાનેમન’માં સારાને જોવી મને ખૂબ ગમત પણ તે માટે સારાએ તે અત્યારે જે ફિલ્મોમાં કામ કરી રહી છે તે બધી મૂકીને આ ફિલ્મને સિલેક્ટ કરવી પડે. વધુમાં સૈફે જણાવ્યું, હું ખુશ છું કે, સારાનું કરિયર સારું ચાલી રહ્યું છે અને હાલ તે જાતે તેનું કરિયર સેટ કરી રહી છે.

ડેબ્યુ
‘જવાની જાનેમન’ ફિલ્મથી એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તે સૈફ અલી ખાનની દીકરીના રોલમાં દેખાશે. સૈફે કહ્યું કે, આ રોલ માટે આલિયા ફર્નિચરવાળ બેસ્ટ છે. ‘જવાની જાનેમન’ ફિલ્મને નિતિન કક્ક્ડ ડિરેક્ટ કરશે.

અપકમિંગ
સૈફ અલી ખાન ‘જવાની જાનેમન’ ફિલ્મ સિવાય ‘હન્ટર’, ‘ભૂત પોલીસ’ અને ‘તાનાજી’ ફિલ્મમાં પણ દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here